BREAKING

નિલગાયના શિકારીના રિમાન્ડ દરમિયાન 40 કરતા વધુ કાળિયારના શિકાર ની કબૂલાત



તસ્વીર-હેમંત ડાભી-વલ્લભીપુર

ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના સીમ વિસ્તારમાં ફોરેસ્ટની ટીમે નીલગાયનો શિકાર કરી રહેલ એક ઇસમને ઝડપી પાડી તેના રિમાન્ડ તેને ૪૦ થી વધુ કાળીયારનો શિકાર કબુલાત કરી હતી જેના આધારે વનવિભાગની ટીમે આરોપીને સાથે રાખી વિવિધ જગ્યા પરથી કાળીયારના અવશેષો કબજે કર્યા હતા..
ગત તારીખ-૬જુલાઈ ના રોજ વલ્લભીપુર વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓનો શિકાર કરી રહેલા હનીફ અલારખભાઈ નામના શિકારીની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તેમણે નીલગાય અને કાળીયારના શિકાર કર્યાની કબુલાત કરી હતી. ઝડપાયેલા શિકારી હનીફ અલારખભાઈ અને અન્ય સાથીઓ દ્વારા છેલ્લા એક માસમાં ૪૦ જેટલા કાળીયાર અને નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોય અને જેના અવશેષો વનવિભાગે વલ્લભીપુર ના મોટી ધરાઈ-પાણવી-પાટણા વિસ્તાર તેમજ બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુન્દરીયાણાબોડી-બોડકા-દેવગણા જેવા વિસ્તારો માંથી કાળીયાર  અને નીલગાયનો શિકાર કરી તેને ધંધુકા નજીકના અડવાણ ગામની સીમ માં લઇ જઈ તેના માંસ-મટન નો વેચાણ કરતા હતા અને બાકી રહેલ અવશેષો ને નજીકના અવાવરું કુવામાં ફેંકી દેતો હતો .જે કુવા માંથી પાણી ખાલી કરી તેને બહાર કાઢી અવશેષો જપ્ત કરવામાં આવ્યા છે.


જો કે હજુ શિકારી હનીફ એક જ પકડાયો છે પરંતુ તેના અન્ય સાથીઓ હજુ પકડ માં નથી આવ્યા ,આ ટોળકીએ ૪૦ જેટલા કાળીયાર નો શિકાર માત્ર એક મહિનામાં કરવામાં આવ્યો છે તેઓ આ પ્રવૃત્તિ છેલ્લા થી વર્ષથી કરી રહ્યા છે, ત્યારે શિકારીઓ દ્વારા કેટલા કાળીયાર નો અત્યારસુધીમાં શિકાર કરવામાં આવ્યો હશે તેના આંક ની કલ્પના કરવી પણ મુશ્કેલી ભરી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો