પોલીસની કાર્યવાહી સામે સમગ્ર અમરેલીમાં રોષ
અમરેલી
અમરેલી લાઠી રોડ પર આવેલા વિદ્યાસભા સંકુલની દિવાલ મામલે ગત રોજ સંકુલ દ્વારા દૂર કરવામાં આવતા પીડબ્લ્યુડી ક્વાટર્સની આ દિવાલ હોવાનો દાવો કરવામાં આવતા વિવાદ થયો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસ પણ કુદી પડતા વિવાદ વકર્યો હતો અને પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરતા અમરેલીના અગ્રણીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, અમરેલી વિદ્યાસભા સંકુલની વિશાળ દિવાલનો એક ભાગ માર્ગ અને મકાન વિભાગના ક્વાટર્સ તરફ આવે છે. આ દિવાલ છેલ્લા કેટલાક સમયથી એક તરફ નમી ગઇ હતી. જેના કારણે આ સ્થળની આસપાસ રમતા વિદ્યાર્થીઓ ઉપર જોખમ ઉભું થતું હતું અને વિદ્યાસભા સંકુલના સંચાલકો
દ્વારા પોતાના કેમ્પસમાં આવેલી આ દિવાલ તોડીને તેના સ્થાને નવી દિવાલ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેથી નજીકમાં જ આવેલી પીડબ્લ્યુડીની સુખ
નિવાસ કોલોનીના આરએન્ડબીના મદદનીશ ઇજનેરએ આ દિવાલ પોતાના કેમ્પસની હોવાનો દાવો કર્યો હતો. તેમજ કોઇ પણ જાતની ખરાઇ કર્યા વગર અમરેલી વિદ્યાસભાના ડિરેક્ટર હસમુખભાઇ અને વિશાલભાઇ સાવલિયા સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા.
આ બનાવ અંગે અમરેલી પોલીસને જાણ થતા પોલીસે હસમુખભાઇ પટેલ સામે કોઇ ફરિયાદ નોંધાય તે પહેલા જ તેમને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યાર બાદ આરએન્ડબીના મદદનીશન ઇજનેરને બોલાવીને તેમની પાસેથી હસમુખભાઇ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા કહ્યું હતું અને હસમુખભાઇ વિરૂધ્ધ ખોટીરીતે ફરિયાદ દાખલ કરી દીધી હોવાનો આક્ષેપ હસમુખભાઈ કર્યો છે. આ બનાવ અંગે જાણ થતા સમગ્ર અમરેલી શહેરમાં ચકચાર મચી ગઇ હતી. અમરેલી શહેરના અગ્રણીઓ પણ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા અને દબાણ વધતા આખરે હસમુખભાઇ પટેલને પોલીસે મુક્ત કર્યા હતા.
-+++++
આ અંગે હસમુખભાઇ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ....
મને ગુજરાત પોલીસનો એક કડવો અનુભવ થયો જેની વાસ્તવિકતા આપ સૌ મિત્રો તથા જાહેર જીવનના લોકો સમક્ષ સાર્વજનિક કરી રહ્યો છે.
વાત જાણે એમ છે હુંમારો દૈનિક સમય મુજબ સવારથી મારી ઓફિસમાં કાર્યરત હતો. અમારી સંસ્થા સો - એકર જેટલું વિશાળ કેમ્પસ
ધરાવે છે. સંસ્થામાં બાલમંદિર થી PG સુધીના અભ્યાંસ ક્રમો ચાલે છે. સંસ્થાની અંદર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ની પાછળના ભાગની કેમ્પસની
કમ્પાઉન્ડ હોલની દીવાલ થોડી જર્જરિત હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ દ્વારા માલ્ટા કોઈ આકસ્મિત બનાવ ન બને એ હેતુથી એ દીવાલ
પડી નવી બનાવવાનું કામ ટ્રસ્ટીશ્રીઓની સૂચના મુજબ કરવાનું હોય ટ્રસ્ટીશ્રી ઓની સૂચના પ્રમાણેની કામગીરી આજરોજ સવારે ૯:૦૦ વાગ્યે
ચાલુ હોય કામના સ્થળ પર સંસ્થાના વિભાગીય કર્મચારી હાજર હોય એવા સમયે સંસ્થાના કેમ્પસની બાજુમાં PWD ના કર્મચારીઓ ના ક્વાર્ટર
આવેલા છે. તેમાંથી કોઈ કાદરભાઈ નામના કર્મચારી આવી અને દીવાલ પાડવાની કામગીરી માં રુકાવટ કરેલી હોય ત્યારબાદ તેઓએ DSP ને
એવી ફરિયાદ કરેલ કે વિદ્યાસભા સંસ્થા દ્વારા અમારી આ દીવાલ પાડવામાં આવી રહી છે. ખરેખર દીવાલ વિદ્યાસભા સંસ્થાની માલિકીની જમીનમાં
વિદ્યાસભા સંસ્થાના ખર્ચે બનેલ હોય પરંતુ PWD ના અદિકારીની ટેલિફોનિક ફરિયાદ મુજબ DSP એ તત્કાલ પોલીસ કાફલો ઘટના સ્થળે
મોકલી આપેલ પોલીસે સ્થળ પર આવી મને કોલ કરીને બોલાવેલ PSI ભરવાડે મને પૂછપરછ કરતા મેં જણાવ્યું કે આ દીવાલ સંસ્થાની માલિકીની
દીવાલ છે સંસ્થાની સૂચના મુજબ તેનું રીનોવેશન કામ ચાલુ છે.પોલીસ તે સમયે ત્યાંથી જતી રહી જતા જતા PSI ભરવાડે PWD ના કર્મચારી ઓને
જણાવેલ કે મને ફરિયાદ આપો એટલે હું જોઈ લઉ છું.
ત્યારબાદ હું મારી ઓફિસમાં પરત આવેલ થોડીક ક્ષણો માં કોઈ આંતકવાદી ને પકડવા માટે પોલીસ કાફલો આવે તેમ PSI ભરવાડ સહીત પોલીસ કાફલો મારી
ઓફિસમાં ધસી આવેલ મને જણાવેલ કે ચાલો પોલીસ સ્ટેશને એક જવાબ લખી આપવાનો છે એટલે મેં કાયદાની પરિભાષામાં રહી પોલીસ સાથે પોલીસ સ્ટેશન પોલીસ
વેનમાં બેસી અને ગયેલા પોલીસે સિધ્ધોજ મને ૩૦૨ નો કોઈ આરોપી હોય એમ લોક અપ માં પુરી દીધેલ.
હવે જાણે વાત એમ છે કે આ દીવાલ પાડવાનો બનાવ ૧૦:૦૦ વાગ્યે બનેલ સ્થળ પર પોલીસ ૧૦:૩૦ આવેલ મને સ્થળ પર ૧૦:૩૦ બોલાવેલ ત્યાંથી હું
પરત મારી ઓફિસમાં આવતા ૧૦:૪૫ એ પોલીસ કાફલો મારી ઓફિસમાં આવેલ ૧૧:૦૦ વાગ્યે મને લોક અપ માં પુરી દીધેલ મને લોક અપમાં પૂર્યા પછી ફરિયાદી
ને પોલીસે બોલાવેલ અને FIR લખેલ. ફરિયાદી PWD ના અધિકારીએ PSI ભરવાડને બધાની હાજરીમાં જણાવેલ કે આ હસમુખ પટેલ બનાવના સ્થળ પર હાજર
ન હતા તેમની સામે મારી કોઈ ફરિયાદ નથી તેમ છતાં તેનું કય સાંભળ્યું નહિ અને ધરાહાર પોલીસે મારા પર ગુનો દાખલ કરી દીધો ત્યારબાદ ૨:૦૦ વાગ્યે મને જામીન પર છોડી દીધેલ.
હવે , જે કંઈ બનાવ હતો તે દીવાની કેસની મેટર હતી . એમાં પોલીસે અરજી લઈ પુરાવા એકત્રિત કરી ખરેખર દીવાલ કોની છે? કોની માલિકીની છે? તે બધી
તાપસ કરી અને આરોપી વિરુદ્ધ પુરાવા મેળવી અને આરોપીની ધરપકડ કરવાની હોઇ, પરંતુ માત્રને માત્ર મારુ મોરલ તોડવા અને કોઈ અંગત રોગદ્વેષ રાખી અને
પોલીસે મારી સાથે એવો દુર્વ્યવહાર કર્યો. વધુમાં એ જણાવવાનું કે પોલીસ આવી ઝડપી કાર્યવાહી ચોરી,લૂંટફાટ , બળાત્કાર, ખૂન,છેડતી,દારૂ જુગાર વગેરે જેવા ગંભીર
ગુનામાં કરે તે ખુબ જરૂરી છે . પોલીસે મારી સાથે શા માટે એવો વ્યવહાર કર્યો? તે અંગે હું હવે પછીની મારી પોસ્ટમાં મુકીશ હાલ હું મારા પર થયેલા આરોપને
નામદાર ગુજરાત હાઇકોર્ટ માં પડકારવાની કાર્યવાહીમાં છું. મને કોઈ ખોટી રીતે કાયદાનો દૂર ઉપયોગ કરી દબાવવાના પ્રયાસો કરતા હોઇ તો હું એમ ડરીને
ઘરમાં બેસી રાહુ તેવો નમાલો માણસ નથી.
મને હજી ભારત ની ન્યાય પાલિકા પાર વિશ્વાસ છે.
આમ જનતા શા માટે પોલીસ થી ડરે છે....વાંચો આ કિસ્સો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો