સૌજન્ય-હેમંત ડાભી-વલ્લભીપુર
ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના સીમ
વિસ્તારમાં નીલગાયનો શિકાર કરી રહેલ બે ઇસમો પૈકી એક ઇસમને ફોરેસ્ટ વિભાગ દ્વારા
ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી આરોપની કડક પુછપરછ કરતા આરોપીએ આગાઉ
કાળીયાર નો શિકાર કર્યો હોય જેના શીંગડા સહિતના અવશેષો વનવિભાગે કબજે કરી કાર્યા
છે, હજુ રિમાંડ દરમીયાન કાળીયારના શિકાર અંગે મોટા ખુલાસો થઈ શકે છે.
ભાવનગર જીલ્લામાં મોટાભાગનો વિસ્તાર
આરક્ષિત વનવિસ્તાર આવેલો છે અને આવા વિસ્તારમાં વન્યપ્રાણીઓ મુક્તરીતે વિહરતા હોય
છે ત્યારે ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં પણ રાષ્ટ્રીય કાળીયાર અભ્યારણમાં અને
રેવન્યુ વિસ્તારમાં કાળીયાર, હરણ તેમજ નીલગાય સહિતના વન્યપ્રાણીઓ વિહરતા હોય છે
અને આવા વન્યપ્રાણીઓની શિકારની પ્રવૃતિઓ પણ આવા વિસ્તારમાં ચાલતી હોય છે, ગઈ
પાંચમી જુલાઈના રોજ વલ્લભીપુર ફોરેસ્ટ રેંજ ના અધિકારીઓને બાતમી મળેલ કે અમુક
નામચીન શિકારીઓ વન્ય પ્રાણીઓના શિકાર કરી અને તેના માસ-મટનનો વેપાર કરે છે અને તેઓ
શિકાર કરવા આવવાના છે, આ બાતમીના આધારે અને ભાવનગર વનવિભાગના સિ.સિ.એફ ડો.મોહનરામ ના માર્ગદર્શન હેઠળ વલ્લભીપુર ફોરેસ્ટ રેંજ ના માણસો વોચમાં
હતા તે દરમિયાન વલ્લભીપુરના ભોરણીયા અને ઉજળવાવ ની સીમ વિસ્તારમાં ફાયરીંગ ના અવાજ
આવતા તે દિશામાં તપાસ કરતા બે ઇસમો શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ જેમાંથી એક ઇસમ
ભાગી ગયેલ જ્યારે હનીફ હનીફ અલારખભાઈ નામના ઇસમને ફોરેસ્ટ ના સ્ટાફે ઝડપી લઈ અને
વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ, જે ઇસમને વલ્લભીપુર વનવિભાગના સ્ટાફ તેમજ ઇન્ચાર્જ આર.એફ.ઓ તળાજા અને આ કેસના તપાસ અધિકારી એસ.જે વંદા દ્વારા વલ્લભીપુર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માગતા કોર્ટે આંઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
હતા.
તપાસ દરમિયાન આ આરોપીઓ અગાઉ શીડ્યુલ-૧ ના પ્રાણી કાળીયારના પણ શિકાર કાર્યા
હોવાનું જાણવા મળેલ છે જે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ આરોપની કડક પૂછપરછ કરતા
આરોપીએ આગાઉ કાળીયાર ના પણ શિકાર કર્યા હોવાનું કબુલ્યું હતું અને જે અંગે ફોરેસ્ટ
વિભાગ દ્વારા વલ્લભીપુરના નાની ધરાઈ ગામેથી કાળીયારના શિગડા પણ કબજે કર્યા હતા,
હજુ આરોપીના રિમાન્ડ દરમિયાન કાળીયારના શિકારના મોટા ખુલાસા ની શક્યતાને નકારી ના
શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો