BREAKING

ઘોઘા માં દીપડાને મારી નાખવાના ફેક્ટરીના માલિકની ભૂમિકા સામે આવી.

ભાવનગર ફોરેસ્ટ વિભાગની નિષ્પક્ષ કામગીરી ને લઈને ઘોઘામાં દીપડાના મોત અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે, ઘટના ઘટી ત્યારથી શંકાના દાયરામાં ચાલતી તપાસમાં ચાર શખ્સોની કબુલાતમાં સાંઇ એન્જનિયરિંગના માલિક સુશિલભાઇ નારાયણે જ દીપડાને મોતને ઘાટ ઉતારવા રિવોલ્વર તાકી હતી, પણ દીપડાએ ભયની ભાગીને મજુર ઉપર હુમલો કર્યો હતો!! તાજેતરમાં ઘોઘામાં દીપડાના મોત અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ભગત વાલજીભાઇ શિયાળ, ગોપાલ સનાભાઇ જસમોરિયા, રાજેશ માયકલ ક્રિષ્યન અને મનસુખ પાસાભાઇ વેગડના રિમાન્ડ લેવાયા હતા જેમા આકરી પુછતાછ કરી હતી, જેમાં વધુ ચોંકાવનારી બાબતો બહાર આવી છે.

સુશિલભાઇ નારાયણની માલિકીની સાંઇ એન્જનિયરિંગ કંપની છે, આસપાસ વિશાળ જમીન છે. ત્યા તળાવ છે, તળાવના કાંઠે મોટું ભુંગળું છે, જેમાં દીપડો બેઠો હતો, મજુર જોઇ જતા તેણે સુશિલને જાણ કરી, સુશિલે ભુંગળા પાસે જાળ ગોઠવવા કહ્યું અને તે મારતી ગાડીને રિવોલ્વર સાથે સ્થળ પર આવ્યો. પણ ત્યા કોઇને લાઇટ કરી એટલે દીપડો ભુરાયો થયો, જાળમાંથી નિકળવા જમ્પ માર્યો, અને જાળીમાં ફસાયો, પણ જોગાનુંજોગ જાળી જ ભુંગળામાંથી નિકળી ગઇ અને દીપડો ત્યાથી ભાગીને કંપનીના કમ્પ્રેશન રૂમમાં બેસી ગયો. 

જ્યા દીપડાને મારી નાખવા સુશિલે પોતાની રિવોલ્વર તાકી, પરિણામે દીપડો ભયભીત થઇ ગયો, અને પોતાનો જીવ બચાવવા તે ત્યાથી ભાગી જતા રસ્તામાં અવરોધરૂપ બનેલા એક મજુરનો હાથ પકડી દીધો. દીપડો હુમલો કરે તે પહેલા જ અન્ય મજુરો તેના ઉપર ધોકા, લાડકા સાથે તુટી પડ્યા અને દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

દીપડો મરી ગયો અને ઇલે. શોકથી મોતમાં ખપાવવાની પેરવી કરી, પણ સમગ્ર ઘટના ઉપરથી વન ખાતાએ પડદો ખોલી નાખ્યો છે, હાલમાં મુખ્ય સૂત્રધાર સુશિલ નારાણય ભાગતો ફરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો