BREAKING

દાઠા પોલીસ સ્ટેશમાં ધર્મમય વાતાવરણ વચ્ચે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરાઈ.

મથુર ચૌહાણ.બોરડા

સતત વ્યસ્તતા અને ગુનેગારો પાછળ સમય આપતી પોલીસ કર્મીઓ તેમના પરિવાર સાથે સામાજિક કે ધાર્મિક પ્રસંગો ઉજવી શકતા નથી, આમ છતાં પણ જનતા પોલીસ થી દૂર જાય રહી છે ત્યારે જનતા માં પોલીસ પ્રત્યે નો વિશ્વાસ સંપાદિત થાય, પોલીસ કર્મી એ પણ એક ઇન્સાન છે ત્યારર તેઓની પણ સામાજિક જવાબદારીઓ હોય છે.

આમ સતત વ્યસ્તતા વચ્ચે પણ ભાવનગર પોલીસ વાર તહેવાર ઉજવી અને એકબીજાની લાગણી જીતી રહ્યા છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે દાઠા પોલીસ સ્ટેશનમાં પણ નવરાત્રી દરમિયાન અખંડ દીવો રાખવાં માં આવે છે. ગઈકાલે અષ્ટમીમી દાઠા પોલીસ સ્ટેશનમાં ધામધૂમ અને ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, માતાજી ની આરાધના સાથે સત્યનારાયણ ની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સહીત ગામલોકો હાજર રહ્યા હતા, સાથે સાથે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીએ સ્ટાફે સ્મુહ ભોજન લીધું હતું, સમગ્ર આયોજન માં દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જયેશ પરમાર અને સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી, આ સમગ્ર કાર્યક્રમ માં આઈપીએસ અજિત રાજપણે, તળાજા સીપીઆઇ, મહુવા પીઆઇ, બગદાણા, તળાજા સહિતના પોલીસ સ્ટેશન ના પીએસઆઈઓ એ હાજરી આપી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો