BREAKING

ઘોઘામાં દીપડાની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા, કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા


બે દિવસ પહેલા તા.૨૯ માર્ચના રોજ ઘોઘા ગામ નજીક એક એગ્રો પ્રોડક્ટ ફેક્ટરી નજીકથી શંકાસ્પદ હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો જો કે જે તે સમયે ફેકટરીના સંચાલકો દ્વારા એમ જણાવવામાં આવી રહ્યું હતું કે દીપડાને ઈલે.શોક લાગવાના કારણે મોત નીપજ્યું છે પરંતુ આ અંગે જે દીપડાના મૃતદેહ નો પીએમ રીપોર્ટ બાદ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો, આ દીપડાને મારીને ફેકી દેવામાં આવ્યો હોવાનું બહાર આવતા ફોરેસ્ટ દ્વારા ફેકટરીમાં કામ કરતા છ ઇસમોને પૂછપરછ માટે લઈ જવામાં હતા.

સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ભાવનગર ના ઘોઘા નજીક આવેલ સાઈ ફેકટરીના ગેટની સામેથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ અંગે ફોરેસ્ટની ટીમને જાણ થતા ફોરેસ્ટ ની ટીમ દ્વારા મૃતદેહનો કબજો મેળવી અને તેને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો, આ ઘટના અંગે ફેકટરીના માણસો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે દીપડાનું મોત બાજુમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર ને અડી જવાથી થયું છે, જો કે જે પ્રમાણે દીપડાનો મૃતદેહ અને તેના શરીર પર ઈજાના ઘા જોવા મળ્યા હતા તેને લઈને ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી અને આજે પીએમ રીપોર્ટ આવ્યા બાદ દીપડાને કોઈ બોથડ પદાર્થના ઘા મારીને મારી નાખવામાં આવેલ હોય તેવું સામે આવેતા ફોરેસ્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ આ દીપડાને પાઈપ વડે બાંધેલ હાલતમાં ફેક્ટરીની અંદરના વિડીઓ પણ વાઈરલ થયા હતા જે અનુસંધાને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફોરેસ્ટNA ઇન્ચાર્જ ડીસીએફ પી.પુરશોતમાં, ઇન્ચાર્જ એસીએફ આર.એમ હેરભા,ના માર્ગદર્શન હેઠળ તેમજ ડી.પી વાઘેલા અને વી.એ રાઠોડ ની મદદ થી ઇન્ચાર્જ આરએફઓ ઘોઘા એસ.બી ગોહિલ, બી.જી ગઢવી ફોરેસ્ટર, એસ.જે વાંદા ફોરેસ્ટર થતા ફોરેસ્ટ ગાર્ડ ક્રિપાલસિંહ અને બી જી મયડા સહિતની ટીમે 
ફેકટરીમાં તપાસ કરતા જણાઈ આવ્યું હતું કે કેટલાક ઇસમો દ્વારા જ ફેક્ટરી કમ્પાઉન્ડમાં જ દીપડાને મારી નાખેલ અને આ ઘટના ને દબાવવા માટે દીપડાના મૃતદેહને બહાર ફેકી દઈ બાદમાં દીપડાને શોર્ટ લાગ્યો હોવાનું તરખટ રચ્યું હતું, જે અનુસંધાને ફોરેસ્ટની ટીમ દ્વારા ફેકટરીમાં કામ કરતા ભગત વાલજી શિયાળ, ગોપાલ સનાભાઈ જમોરીયા, મનસુખ પાસાભાઈ વેગડ,  રાજે માયકલ ક્રીસીયન ની વાઈલ્ડ લાઈફ એક્ટ-૧૯૭૨ મુજબ અટકાયત કરી તેમના વિરુદ્ધ વિરુધ્દ ગુનો નોંધીને તેમને ઘોઘા એન.આર.વ્યાસ ની કોર્ટમાં રજુ કરી રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે તમામ આરોપીના બે દિવસના રિમાન્ડ મજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો ખુલશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો