ભાવનગર જીલ્લાના
પાલીતાણા તળાજા જેસર તેમજ મહુવા વિસ્તાર માં વન્યજીવો માટે અનુકુળ વિસ્તાર છે
ત્યારે આ વિસ્તારોમાં સતત રાની પશુઓ રેવન્યુ વિસ્તારમાં આટાફેરા મારતા હોય છે
ત્યારે આવા વન્યજીવો સાથે ઘણીવાર દુર્ઘટના સર્જાતી હોય છે, હજુ બે દિવસ પહેલાજ
ઈલે.શોક લાગવાથી એક દીપડાનું મોત નીપજ્યું હતું ત્યારે આજે પાલીતાણામાં દીપડો
ખેતરની વાળમાં ફસાતા ઝખ્મી થયો હતો.
પાલીતાણા
તાલુકાના આદ્પુર ગામ ની રોહિતભાઈ માલિની વાડીમાં તાર ફેન્સિંગમાં દીપડો ફસાયો હતો,આ
અંગે જાણ થતા આજુબાજુના લોક દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં આવી પહોચ્યા
હતા,વાડીના માલિક રોહિતભાઈના જણાવ્યા મુજબ
દીપડો ઘણા સમયથી અહી પાણી પીવા માટે આવતો હતો હતો પરંતુ ગઈકાલે દીપડો ખેતરની
વાળમાં ફસાયેલો નજરે ચડતા તેઓએ તાકીદે વનવિભાગ ની ટીમ ને જાણ કરી હતી જેને લઈ
પાલીતાણા રેંજ વનવિભાગના અધિકારીઓ, વાઈલ્ડલાઈફ રેસ્યું ટીમ, એનીમલ કેર સેન્ટરના
ડોક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી અને વાડમાં ફસાયેલ દીપડાને ગન વડે ટેન્ક્યુંલાઈઝ
કરવામાં આવ્યો હતો બાદમાં વાડના તાર ને કાપી તેને વાડ માંથી મુક્ત કરી સહીસલામત
સારવાર માટે જેસરના રાનીગાળા ખાતે આવેલ વાઈલ્ડલાઈફ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ
જવામાં આવ્યો હતો જ્યાં સારવાર આપ્યા બાદ તેને વન વિસ્તારમાં છોડી દેવામાં આવશે,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો