BREAKING

ભાવનગર માં ગટર સાફ કરવા પડેલ ત્રણ મજૂરોના ગુગળાઇ જવાથી મોત

ભાવનગરમાં ગત રાત્રીના સમયે એક કરુણાંતિકા સર્જાય હતી.જેમાં શહેરના આંબાચોક વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતારેલા ૪ મજુરો પૈકી ૩ ના મોત નીપજ્યા હતા.જયારે એક ને બચાવી લેવામાં આવ્યો હતો.આ બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા જયારે પરિવારજનો એ કલ્પાંત કરી મુક્યો હતો.આ બનાવ ના પગલે પોલીસ અને ફાયર નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશ ને બહાર કાઢી પીએમ માં ખસેડી હતી.

ભાવનગરમાં વધુ એક વખત ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા મજુરો નું ગેસ માં ગૂંગળાઈ જતા મોત નીપજવાની ઘટના બનવા પામી છે.શહેરના આંબાચોક વિસ્તારમાં પોલીસચોકી ની સામે આવેલી ભૂગર્ભ ગટર ને સાફ કરવા માટે ગત રાત્રીના ૧૦.૩૦ કલાકે ૪ મજુરો ઉતર્યા હતા.આ ગટરમાં કોઈ કારણોસર પેદા થયેલા ઝેરી ગેસમાં ગટર સાફ કરવા માટે ઉતરેલા મજુરો ગૂંગળાઈ જતા બેભાન બની ગયા હતા.જયારે એક મજુરની  બુમાબુમ ના પગલે  અન્ય આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને તેને બહાર કાઢી આ બનાવની જાણ ફાયરને કરતા ફાયર વિભાગ ત્યાં દોડી ગયું હતું તેમજ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ કાફલો પણ ત્યાં દોડી ગયો હતો.ફાયર વિભાગ દ્વારા ગટરમાં ગૂંગળાઈ ગયેલા ૩ લોકોને બહાર કાઢી તેને એમ્બ્યુલન્સ મારફતે સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં ફરજ પર ના ડોકટરે ત્રણેય ને મૃત જાહેર કરતા પરિવારજનો એ કલ્પાંત કરી મુક્યો હતો.જયારે પોલીસે આ બનાવમાં પૂછપરછ કરતા મરણ ગયેલ પૈકી ધનજી શાંતિભાઈ વાઘેલા-કાળુભાઈ ઉકાભાઈ નૈયા તેમજ રાજેશ પરમાર નો સમાવેશ થાય છે .હાલ આ ત્રણેયની લાશને પી.એમ માટે સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે .


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો