BREAKING

તળાજા ના દેવળીયા ગામે ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

તળાજા.
સૌજન્ય..ધરમશી મકવાણા અને ભરતભાઇ નિમાવત

તળાજા ના દેવળીયા ધાર પાસે થી પસાર થતી શેત્રુજી કેનાલ માં કોઈએ તોડી નાખેલ જેનું પાણી આજુબાજુના ઊંડા ખાડામાં ભરાયું હતું જેમાં આ ત્રણેય બાળકો ડૂબ્યાં, આ બાળકો અન્ય બાળકો સાથે નાની કેનાલ માં નાહવા ગયા હતા ત્યારે આ બાળકો બાજુના ખાડામાં ભૂલ થી નાહવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સ્થાનિકો અને તળાજા ફાયર ની મદદ થી ત્રણેય બાળકોના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા, મૃતક બાળકોમાં

1.નિર્મળ શિવભાઈ સુતરીયા.ઉ.વ.14

2.અક્ષય મનજીભાઈ સુતારીયા.ઉ વ.14

3.આયુષ ધનજીભાઈ મકવાણા.ઉ.વ.13


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો