અમરેલીનાં ચિતલ રોડ ઉપર રહેતાં એક પરિવારની સગીર વયની દિકરી ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે લાઠી તાલુકાનાં કેરીયા ગામે રહેતો જયદિપ ભુપતભાઈ ડેર નામના શખ્સે મોટર સાયકલ લઈ આવી અને આ સગીરાને પોતાના મોટર સાયકલ ઉપર લઈ જઈ અને અમરેલી એસ.ટી. ડેપો સામે આવેલ એક ગેસ્ટ હાઉસમાં તેણીની ઈચ્છા વિરૂઘ્ધ બળાત્કાર ગુજારેલહતો. અને આ અંગે જો કોઈને વાત કરીશ તો તારા કુટુંબને ખલાસ કરી નાખીશ તેવી ધમકી પણ આપેલ.આ અગાઉ બે વર્ષ પહેલાં આજ સગીરા પર જયદીપ આહીરે બળાત્કાર ગુજારે હતો અને સગીરાને બે માસનો ગર્ભ રહી જતાં ગર્ભનાં નિકાલ માટે થઈ તેણીને જબરજસ્તીથી ટીકડા ખવરાવી દીધેલા. જેથી આ શખ્સનાં ડરથી તે લોકો કેરીયા ગામ છોડી અમરેલી આવી ગયાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.આ બનાવ અંગે સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો