BREAKING

ચકલી દિવસ નિમિતે માળનાથ ગ્રુપ દ્વારા કુંડા વિતરણ કરવામાં આવ્યું.


-જાહેરાત-
શિવ ફોટો ફેશન
આપને ત્યાં આવતા શુભ પ્રસંગે ફોટોગ્રાફી તેમજ વિડીઓગ્રાફી માટે સંપર્ક કરો. 
ભરતપરી ગૌસ્વામી મો-૯૧૩૭૯૪૫૧૬૦




તસ્વીર સૌજન્ય-મિલિન્દ શાહ

મૂંગા જીવ એવા પશુપંખી ઉનાળામાં ત્રાસ બુજવ્વાવ પાણી માટે વલખા મારી અકુદરતી રીતે મૃત્યુને ભેટતા હોઈ છે જયારે માનવ સર્વ શક્તિમાન હોવા નો ગેરઉપયોગ કરી પાણી નો બેફામ ઉપયોગ કરી પાણી નો બગાડ કરતા અચકાતો નથી ,આવા કાળજાળ ગરમીના દિવસોમાં ધરતી પર વસતા તમામ જીવ ને પાણી એ જીવ્વવા માટેની મુખ્ય જરૂરિયાત છે ત્યારે મૂંગા પંખી ની મૂંગી લાગણી ને વાચા આપી એક પર્યાવરણ પ્રેમી ,જીવદયા પ્રેમી ,એવા માળનાથ ગ્રુપના કાર્યકર શ્રી હરિભાઈ શાહ ,ચંદુભા ગોહિલ ,તેમજ માળનાથ ગ્રુપ ના સાથી કાર્યકરો દ્વરા પંખીની તરસ મીટાવવા ના શુભ હેતુથી ધર્માદા કાર્યના ભાગ રૂપે પાણીના કુંડનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમમાં અંદાજીત ૫૨૫ કુંડા નું વિતરણ  કરવામાં આવેલ તેમજ આં આગાઉ પણ માળનાથ ગ્રુપ દ્વરા આવોજ એક કાર્યક્રમ કરી એ સમયે આશરે ૧૨૦૦ કુંડા વિતરણ કરી જીવદયા લાગણી તેમજ પંખી પ્રત્યે પોતાની દયાભાવ દર્શાવેલ ,આ ગ્રુપ દ્વારા ભાવનગર થી નજીક આવેલ પ્રાચીન માળનાથ મહાદેવ મંદિર પત્તાગણ માટે ચં ચણવા આવતા પારેવા ,મોર ,પોપટ ,તથા અન્ય વન્ય પંખી ને જર ના દાન ચણવા માટે નાખવામાં આવે છે માળનાથ મહાદેવ ખાતે રોજની ૧૦૦ થી ૧૫૦ કિલો જુવાર પંખી ને ચણવા માટે નાખવામાં આવે છે .આ જુવાર માળનાથ ગ્રુપ દાતાઓ દ્વરા દાનમાં મેળવી અહીના વન્ય પંખીને ચણવા માટે નાખી પારેવા પોપટ ,મોર તેમજ અન્ય વન્ય પંખી ની આતરડી ઠરવાનું ભગીરથ કાર્ય માળનાથ ગ્રુપ દ્વરા કરવામાં આવે છે તે આજના સમય પ્રમાણે જોતા અતી પ્રશાસનીય તેમજ બિરદાવવ લાયક કહી શકાય ,માળનાથ ગ્રુપ દ્વરા કરવામાં આવતા આવા કાર્યમાં આ ગ્રુપ ના સક્રિય કાર્યકર જે પોતે વણિક પરિવાર માંથી આવતા હોઈ તેમજ આજીવન કુવારા રહી પોતાનું જીવન પશુ પંખી ના સેવાકાર્ય માં ગુજારનાર શ્રી હરિભાઈ શાહ દ્વારા આજના આ કાર્ય કરમ નો સફળ સચાલન કરવામાં આવેલ તે બાબતે હાજર રહેલ પંખીપ્રેમી જનતા એ આવકાર આપી તેમની જીવદયા પ્રેમ ને બીર્દાવેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો