BREAKING

ઢસાની પીએચસીમાં તબીબની નિમણુંકથી દર્દીઓને હાશકારો


રઘુવીર મકવાણા દ્રારા

બોટાદના ગઢડા તાલુકાના ઢસા જંકશન ગામે આવેલા પ્રાથમીક  આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.ચિરાગ મકવાણા  (M.B.B.S) ની મેડીકલ ઓફિસર તરીકે 11 મી ઓગસ્ટ ના રોજ નિમણૂક થયેલ ત્યારથી આજ દિન સુધી આરોગ્ય લક્ષી સેવાઓ મા ધરખમ સુધારો થયેલ છે,તેમની નિમણૂક પુવ માસિક  ઓ પી ડી સંખ્યા સરેરાશ 800 થી 900 હતી જે હવે વધી ને માસિક 1800 થી 2000 થયેલ છે જે લોકો ને મળતી આરોગ્ય સેવાઓ નો વધારો દર્શાવે છે,છેલ્લે 9 નવેમ્બર ના રોજ મેગા કેમ્પ  અને રક્તદાન કેમ્પ નુ પણ  આયોજન થયેલ  અને સાથે આયુષ ઓ.પી.ડી.નો પણ શુભારંભ કરવા મા આવ્યો હતો ,આ કેમ્પ મા આશરે  350  થી વધારે દર્દી ઓ એ લાભ લીધો હતો વધારામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન સિલિન્ડર તથા આધુનિક હાયડ્લિક  ઓટી ટેબલ  ઉપલબ્ધ કરાવેલ છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની માળખાકીય સુવિધાઓ મા ઘરખમ ફેરફાર થયેલ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો