વીપુલ બારડ-ભાવનગર
નોટ્બંધી ના ૫૦ દિવસ બાદ
બધું જ બરાબર થઈ જશે તેવા મોદી દ્વારા દેશવાસીઓને વાયદાઓ આપ્યા બાદ ૫૦ દિવસ પછી પણ
લોકો લાઈનોમાં ઉભા છે અને સરકાર દ્વારા કેટલું કાળુંનાણું આવ્યું તે અંગે હજુ સુધી
કોઈ હિસાબ આપવામાં આવ્સ્યો નથી તેવા મુદા સાથે આજે ભાવનગર શહેર કોંગ્રેસ અને
જીલ્લા કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલી યોજી અને
કલેકટર ને આવેદનપત્ર પાઠવવા ગયા હતા જો કે કલેકટર રૂબરૂ આવી ને આવેદન સ્વીકારે
તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો પરંતુ કલેકટર રૂબરૂ નહી આવતા કલેકટર કચેરી બહાર
આવેદનપત્રની હોળી કરી દેખાવો કરવામાં આવ્યા હતા.
નોટ્બંધી ના ૫૦ દિવસ
પુરા થયા, ગોવામાં વડાપ્રધાન દ્વારા દેશના લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે મને ૫૦ દિવસ આપો અને ૫૦ દિવસ બાદ તમે ઈચ્છો તેવો
દેશ બની જશે અને ના બને તો મને ચોરાહા પર સજા આપજો હું તૈયાર છું, જો કે ૫૦ દિવસ
બાદ પણ આજે દેશનો ખેડૂત બેંકની લાઈનોમાં ઉભો રહેવા મજબુર બન્યો છે, સામાન્ય માણસ
હાડમારી સહન કરીને ૫૦ દિવસ બાદ કઈક નવું થશે તેવી રાહમાં આ નિર્ણય ને સ્વીકાર્યો
હતો, જો કે આજે નોટ્બંધી ના કારણે સર્વિસ સેક્ટરમાં પી.આઈ.એમ માં ઘટાડો, ઉત્પાદન
વિકાસ દરમાં ઘટાડો, શ્રમિકોમાં ભારે હાલાકી, ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને પંદર દિવસે
મળતા હક્કના બે પગાર મળ્યા નથી સરેરાશ ૪૦ થી ૫૦ ટકા વેપાર ઘટ્યો છે. ત્યારે આ બધું
સહન કરીને પણ પ્રજાને કાળાનાણા નો હિસાબ મળ્યો નથી, ત્યારે હવે દેશના વડાપ્રધાન
કેટલું કાળુંનાણું બહાર આવ્યું તેનો હિસાબ આપે, દેશને કેટલું નુકશાન થયું તેનો
હિસાબ આપે જેવા નોટ્બંધી ના અનેક મુદા સાથે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા વિરોધ
પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
શહેરના ભીડભંજન ચોકમાં આજે બપોરના ભાવનગર શહેર કોંગ્રેસ અને જીલ્લા કોંગ્રેસ
દ્વારા વિરોધ પ્રદર્શન ના ભાગ રૂપે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા, આ કાર્યક્રમ
માં જીલ્લા અને શહેર કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા, અમદાવાદ ના ધારાસભ્ય અને ભાવનગરના પ્રભારી શૈલેષભાઈ પરમાર ખાસ આ
કાર્યક્રમ માં ઉપસ્થિત રહીં મોદી સરકાર સામે પ્રહારો કર્યા હતા, સભા બાદ વિશાળ
રેલી યોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવવા ગયા હતા જો કે મોટી સંખ્યામાં કાર્યકરો
આવ્યા હોય કલેકટર દ્વારા માત્ર પાંચ જ વ્યક્તિઓ ને આવી ને આવેદનપત્ર આપી જવાનો
આગ્રહ સામે કોંગ્રેસ આગેવાનો દ્વારા કલેકટર રૂબરૂ આવી આવેદનપત્ર સ્વીકારે તેવી
માંગણ કરી હતી જો કે કલેકટર નીચે નહી આવતા કોંગ્રેસ ના કાર્યકરો બળજબરી થી કલેકટર
ઓફીસના કમપાઉન્ડમાં ઘુસી ગયા હતા, જે દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે
ધક્કામુક્કી સર્જાઈ હતી, તેમજ તેઓ દ્વારા કલેકટર કચેરી સામે ચકકાજામ કર્યો હતો, અને
કલેકટર દ્વારા આવેદન સ્વીકારવા નહી આવતા આવેદન ની હોળી કરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો