BREAKING

તળાજા માં શિક્ષકે બે વિદ્યાર્થી ને ઢોર માર મારતા વાલીઓમાં રોષ.

ભાવનગરના તળાજા માં શિક્ષણ જગતને લાંચન લાગતો કિસ્સો ફરી એકવાર બન્યો છે, તળાજામાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે હવે એક જ મહિનામાં બીજી ઘટના ને લઈને વાલીઓ ચિંતિતિ જોવા મળી રહ્યા છે.

હજુ થોડા દિવસ પહેલા તળાજાના ભાલાર ગામે ૧૫ જેટલા વિધાર્થીને ઢોર માર માર્યા ની ઘટના હતી અને આ ઘટના બાદ વાલીઓ દ્વારા શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યો હતો, જો કે ફરી આવી ઘટના બનતા હવે આવા શિક્ષકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તળાજાના સમર્પણ વિદ્યાલયમાં ધો-૮માં અભ્યાસ કરતા  અને ધો-૫ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને શાળાના શિક્ષકે પ્લાસ્ટિક ની પાઈપ વડે ઢોર માર મારતા બન્ને વિદ્યાર્થીને પીઠ પર, હાથે-પગે વાગ્યા ની નિશાન પડી ગયા હતા, આ બન્ને વિદ્યાર્થીઓ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા હોય જેના કારણે માર માયો હોવાનું જણાવી રહ્યા છે. જો કે આ સમગ્ર ઘટના ને લઈને વાલીઓ શાળાએ દોડી ગયા હતા, આ ઘટના અંગે તેઓ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો