BREAKING

રંઘોળા નજીક ગમખ્વાર અકસ્માત, બે ના ઘટનાસ્થળે મોત





સલીમ બરફવાલા- સિહોર

ભાવનગર રાજકોટ રોડ પર રંઘોળા નજીક 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં 2 લોકો ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા..આ બનાવ ના પગલે લોકો ના મોટા ટોળા એકઠા થઈ ગયાં હતાં અને લાશ ને પીએમ માટે સિહોર ખસેડવામાં આવી છે જયારે હોસ્પિટલ ખાતે મરણ જનારના પરિવારમાં હય્યા ફાટ દ્રશ્યો સર્જાયા હતા..

વધુ એક ગમખ્વાર અકસ્માત ભાવનગર રાજકોટ રોડ પર રંઘોળા નજીક સર્જાયો હતો..જેમાં રંઘોળા નજીક સામસામે 2 બાઈક ટકરાયા હતા અને આ ગંભીર અકસ્માત માં 2 લોકો ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.આ બનાવ ના પગલે લોકો ના મોટા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તેમજ ઉમરાળા પોલીસ પણ સ્પોટ પર પહોંચી હતી અને હાલ લાશ ને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યા પણ સિહોર પોલીસનો મસમોટો કાફલો દોડી ગયો છે... આ લખાઈ છે ત્યાં સુધી પોલીસ દ્વારા કેસ કાગળોની તજવીજ ચાલુ છે ત્યારે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે..



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો