હિરા ઉદ્યોગમાં મંદીના
વાદળો ઘેરાયેલા હતા જ તેમાં નોટબંધીની વ્યાપક અસર થતાં દિવાળી પછી ઘણાખરા
કારખાનાઆે આજે પણ બંધ છે. ખાસ મોટા કારખાનાઓના કેટલાક યુનિટો તો ચાલુ છે પરંતુ
નાના કારખાનેદારો પોતાની ઘંટીઓ શરૂ કરી શક્યા નથી. આ પરિિસ્થતીમાં હિરા ઘસીને
પરિવાર ચલાવતા રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. આવા જ એક રત્ન કલાકારે બેકારી
સામે હાર માનીને આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઇ છે.
ગારિયાધારમાં રહેતા અને
હિરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર હાદિર્ક ઉકાભાઇ સોજીત્રા (પટેલ) નામના 21 વર્ષિય યુવાને છેલ્લા ઘણા સમયથી પુરતુ કામ ન મળતું હોય કંટાળીને ગઇકાલે
પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ગંભીર હાલતે ભાવનગર સર તખ્તસિંહજી
હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોડીરાત્રે મોત નિપજ્યું છે.હાદિર્ક પહેલા
હિરામાં ઘાટનું કામ કરતો પરંતુ ગારિયાધારમાં ઘાટનું કામ બંધ થઇ જતાં તેણે થોડા સમય
માટે સાડીનું કામ પણ કય. પરંતુ તેમાં હાથ ન બેસતા હિરામાં જ ફરી તળીયાનું કામ શરૂ
કર્યું હતું પરંતુ મંદી અને નોટબંધીના કારણે તેમાં પણ સેટ ન થતાં નાસીપાસ થઇને ગત
રાત્રે તેણે ઝેરી દવા પી લીધી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો