ભાવનગરના આંગણે આજથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાની બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સ નો પ્રારંભ થયો.ઇન્ડિયન એકેડમી ઓફ બાયોમેડિકલ સાયન્સીસ ( IABS) આયોજિત આ કોન્ફરન્સ માં સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદના યજમાન પદે ઇસ્કોન ક્લબ ખાતે દેશના ૨૦ રાજ્યો અને પાંચ દેશોના તબીબો અને વૈજ્ઞાનિકો આ કોન્ફરન્સમાં આ ત્રણ દિવસ દરમિયાન હાજરી આપશે.
કલા અને સાહિત્યની નગરી એવા ભાવનગરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાય રહ્યું છે.જેમાં આજથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સનો ભારે દબદબાભેર શહેરના ઇસ્કોન ક્લાબ ખાતે પ્રારંભ થયો છે. સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજ થી ત્રણ દિવસ માટે ઇસ્કોન ક્લબ ખાતે યોજાનાર આ સેમીનારમાં દેશના ૨૦ રાજ્યો અને પાંચ દેશોના તબીબો અને વૈજ્ઞાનિકો કોન્ફરન્સમાં હાજરી આપશે આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દેશ અને વિદેશથી આવેલા તબીબો અને વૈજ્ઞાનિકો તબીબી વિજ્ઞાનમાં અમુલ્ય માનવીય રોગોના ઉપચાર અંગે તાજેતરમાં કરાયેલા સંશોધનોનો નીચોડ રજુ કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઇન્ડિયન એરફોર્સ ની મેડીકલ સેવાના ડીજી એરમાર્શલ પવનકપૂર ખાસ હાજર રહ્યા હતા. તેમજ આ ત્રિદિવસીય બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સમાં જીનેટિક ડીસઓર્ડર-એન્ડોક્રઈન ડીસઓર્ડર-ઇન્ફેકીસયસ ડીસીસ-બ્લડ બેન્કિંગ-લેબોરેટરી મેડીસીન-મેક્ઝલોફેસિયલ રીહેબીલીટેશન –ડીઝીટલ ડેન્ટીસ્ટ્રી-એન.એ.બી.એલ/એન.એ.બી.એચ એક્રેડિટેશન-લાઈફ સ્ટાઈલ ડીસીઝ-કેન્સર-ડેન્ટલ ઈમ્લાંટ જેવા ૬૦ વિષયો પર ચર્ચા કરવામાં આવશે .
આ કોન્ફરન્સ દરમિયાન અનુસ્નાતક વિદ્યાર્થીઓને રીસર્ચ મેથડોલોજી તેમજ હોસ્પીટલમાં ચાલતી લેબોરેટરીઓમાં ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ માટે નિષ્ણાત વૈજ્ઞાનિકો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે. તેમજ આ કોન્ફરન્સમાં બી વિદ્યાશાખાના અભિન્ન અંગ સમા એલોપેથી-ડેન્ટલ અને હોમિયોપેથી ના ત્રણેય શાખાના તબીબો અને વૈજ્ઞાનિકો એકમંચ પર પોતાના સંશોધનોના નીચોડ રજુ કરશે અને આ કોન્ફરન્સથી ભાવનગર તેમજ ગુજરાતના તબીબો તેમજ વિદ્યાર્થીઓમાં છેવાડા ના માનવીને ફાયદો મળે તેવા સંશોધનોની માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવશે .





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો