દીકરી જ્યારે દીકરા
સમોવડી બની દીકરા તરીકેની ભૂમિકા ભજવે ત્યારે સમાજમાં પ્રેરક અને સમાજને રાહ ચિંધતી
ઘટના સર્જાય છે. આવો જ કિસ્સો ભાવનગરમાં બન્યો છે,જીવન પર્યાપ્ત તો પિતાની પડખે
રહીને ચાર દીકરીઓએ ક્યારે પણ પિતા ને દીકરાની ખોટ પાડવા દીધી નથી પરંતુ પિતાના
અવસાન બાદ પણ ચારેય દીકરીઓએ પિતાની આર્થીને કાંધ આપી અગ્નિસંસ્કાર આપીને દીકરાની
ખોટ પૂરી પાડી છે.
આજના ક્રાંતિકારી યુગ
માં દરેક ક્ષેત્ર માં જયારે દીકરી પિતાના પડખે દીકરાની માફક ઉભી રહે છે અને
ક્યારેય દીકરાની ખોટ પાડવા દેતી નથી, ભાવનગર ના અશ્વિનભાઈ ખાવડીયા ની ચાર દીકરીઓએ
પણ તેના પિતાને જીવન માં ક્યારેય પણ દીકરો નથી તેવો અહેસાસ સુદ્ધા થવા દીધો નથી,
અને અશ્વિનભાઈએ પણ ચારેય દીકરીઓને દીકરાની જેમ રાખી, હમેશા ચારેય દીકરીઓ પિતાના
પડખે દીકરાની જેમ રહી છે,પરંતુ આપણા સમાજ હજુ પણ એવા રીવાજો જોવા મળે છે પિતાના
અવસાન બાદ તેની આર્થીને દીકરો જ કાંધ અને અગ્નિ સંસ્કાર આપે છે,તેમજ મહિલાઓને
સ્મશાને ન જવાય,
પરંતુ અશ્વિન ભાઈ
ખાવડીયા ની ચારેય દીકરીઓ ને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. અશ્વીનભાઈ ખાવડીયા
શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ મ્યુનીસીપલ કર્મચારી સોસાયટીમાં રહે છે અને તેમનું
ટૂંકી માંદગી બાદ ૬૫ વર્ષ ની વયે અવસાન થયું, સંતાન માં ચાર જ દીકરીઓ હોય પિતાની
આર્થીને કાંધ કોણ આપશે તે સવાલ ઉભો થયો પરંતુ ચારેય દીકરીઓ એટલી બહાદુર કે તેમણે
સગાસ્બધીને હિમત આપી ને પિતાની અર્થીને તેઓ ચારેય બહેનો જ કાંધ આપશે અને અગ્નિ
સંસ્કાર આપશે, આમ આ ચારેય બહેનોએ પિતાની આર્થીને કાંધ અને મોટી દીકરીએ પિતાને
અગ્નિ સંસ્કાર આપ્યો હતો અને નમ આખો સાથે સમાજ ને એક પ્રેરણા આપતા કહ્યું હતું કે
લોકો દીકરાનો મોહ મૂકી અને દીકરી દીકરાને સમાન ગણે અને સમાજ માં દીકરાના નામે થતી
દીકરીની ભ્રુણ હત્યા અટકાવે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો