BREAKING

જ્યાં ત્યાં મોત સમાન લટકતા પતંગ ના દોર નો નાશ





ઉતરાયણ ના પર્વે અનેક પક્ષીઓ પતંગો ની દોરી થી ઘવાયા કે મોત ને ભેટ્યા ની ઘટનાઓ બની છે અને આ દોરા ઓ હજુ પણ ઝાડ કે થાંભલાના તારો સાથે લટકતા હોય ત્યારે ભાવનગર માળનાથ પક્ષીપ્રેમી ગ્રુપ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી ને અંદાજીત 50 કિલો જેટલા પતંગો ના લટકતા દોરાઓ ને એકઠા કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો .

ઉતરાયણ પર્વ પૂરું થયા જ્યાં ત્યાં લટકતા દોરો પક્ષીઓ માટે તો ખરા પણ મનુષ્ય માટે પણ ખતરારૂપ સાબિત થઈ છે ત્યારે આવા લટકતા દોરને એકઠા કરીને તેનો નાશ કરવાની કામગીરી સેવાભાવી  કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે,ભાવનગરના માળનાથ ગ્રુપ ના પક્ષીપ્રેમીઓ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી ને ઝાડ-થાંભલાઓ કે તાર પર લટકતા દોરાઓ ને ત્યાંથી ઉતારી લઇ ને એકઠા કર્યા હતા .ઉતરાયણ ના દિવસે અનેક પક્ષીઓ ઉડતા પતંગો ની દોરી થી ઘવાયા કે મોત ને ભેટ્યા છે અને હજુ પણ આ લટકતા દોરાઓ વધુ પક્ષીઓ ને ઈજા કે ભોગ લે તે પહેલા જ તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી અને રિક્ષા માં શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી ને અંદાજીત ૫૦ કિલો જેટલા દોરી ને જથ્થા ને એકત્રિત કર્યો હતો જેને એક જગ્યા પર લાવી ને તેને સળગાવી ને તેનો નાશ કર્યો હતો .

ઘણા વર્ષોથી માળનાથ ગ્રુપ દ્વારા આ પ્રકાર ની કામગીરી ઉતરાયણ બાદ કરવામાં આવી રહી છે અને પક્ષીઓ ને વધુ હાની ના પહોચે તે માટે ની ખાસ કામગીરી આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આવા લટકતા દોરાઓ ને એકઠા કરી તેનો નાશ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો