રઘુવીર મકવાણા -ગઢડા
ગઢડા.
ગઢડાના પ્રાંત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ
પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ યોજવા
મળેલ સૂચના અન્વયે ગઢડા પ્રાંતના અધ્યક્ષસ્થાને આગામી તા. ૧૧, નવેમ્બરના રોજ ગોરડકા જૂની પ્રાથમિક શાળા ખાતે "સેવા સેતુ" કાર્યક્રમ યોજાનાર છે.
ગોરડકા ખાતે સવારના ૯-૦૦ કલાકથી યોજાનાર ગોરડકા, પળીયા,ભીમડાદ,હામાપર જનડા,સુરકા, ઉગામેડી,
અને ઇંગોરાળા (ખા) આ કાર્યક્રમમાં મળી કુલ ૧૦ ગામના લોકો તેમના પ્રશ્નો – રજુઆતો સ્થળ ઉપર રજુ કરી શકશે.આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર,
ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને
લગતી અરજીઓ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોંધાવવાની
અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની
નોંધણી, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન,
સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત,
સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો
માટેની અરજીઓ, વરિષ્ડ નાગરિક્તા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો,
વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની
અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ
બાબતે રજુઆત કરી શકાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો