BREAKING

લેબલ bhavanagr સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ bhavanagr સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગેરકાયદસર બારા બોરના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નાઓએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ .

જે સુચના અન્વયે 
આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી બ્રિજરાજસિંહ ઉર્ફે ભવાની સહદેવસિંહ ગોહીલ ઉ.વ.૨૫ ધંધો-ખેતી, રહેવાસી- વાવડી (ગજાબાપુની) ગામ, તા.શિહોર જી.ભાવનગર વાળાને દેશી બનાવટનો બારા બોરનો તમંચો (કટ્ટો)-૧ કિ.રૂ. ૫,૦૦૦/-સાથે ભાવનગર-રાજકોટ હાઇવે, સણોસરા ગામ ખાતે વાવડી ગામ જવાના રસ્તેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા નાઓએ શ્રીસ.ત ફરીયાદ આપી સોનગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.  

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા યુવરાજસિંહ ઝાલા તથા જયપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી ને લઈને સાયકલ રેલી યોજવામાં આવી

અસહ્ય ભાવવધારો અને પેટ્રોલ ડીઝલ તેમજ ગેસ સિલિન્ડરના વધતા જતા ભાવોને લઇને આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના જશોનાથ સર્કલ થી સાયકલ રેલી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સાયકલ, ઊંટગાડી અને ઘોડા ગાડી લઈને કલેકટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા.

દેશમાં ડગલેને પગલે મોંઘવારી વધતી જાય છે અને લોકોને જીવનનિર્વાહ ચલાવવા હવે અત્યંત મુશ્કેલ બની ગયું છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર હોય ત્યારે ફક્ત ભારતમાં જ પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવવધારો કરી અને આમ જનતાની કમર તોડી નાખવામાં આવી છે, સરકાર ધારે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની રોયલ્ટી તથા જીએસટી ઘટાડીને લોકોને રાહત આપી શકે પરંતુ સરકારની નિયત ના હોય, તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતિમાં લોકોને જીવન નિર્વાહ ચલાવો મુશ્કેલ બની ગયો હોય આવા સમયે સંજોગોમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને લઇને જીવન જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સરકાર દ્વારા એલપીજી સિલિન્ડર ના ભાવ 325 રૂપિયાથી લઈને આજે 700 રૂપિયા કરતાં વધુ થઈ ગયા છે. ત્યારે સરકાર દ્વારા અસહ્ય મોંઘવારી માં જીવન જરૂરી વસ્તુઓના ભાવોમાં કાબુમાં લેવામાં આવે અને મોંઘવારીથી લોકોને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


 ભાવનગર શહેર કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા ભાવનગર જશોનાથ સર્કલ થી સાયકલ, ઘોડા ગાડી ,જેવા પેટ્રોલ ડિઝલ વિનાના વાહનો લઇ રેલી યોજી હતી અને કલેકટરને મોંઘવારી મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું હતું.

ડુંગળીના ભાવોમાં કડાકો, ભાવનગરના ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો ભાવનગર છે. ત્યારે ડુંગળીના ભાવમાં નિકાસબંધી ના કારણે ભાવમાં બોલેલા કડાકાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીના મણના ભાવે ગયા વર્ષે 1500થી 2000 જેટલા હતા. જે એપ્રિલમાં 60થી 100 રૂપિયા થઈ ગયા હતા અને હાલમાં ભાવનગર માર્કેટ યાર્ડ માં મણ ડુંગળીનો ભાવ 150થી 400 રૂપિયા થઈ ગયો છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર ડુંગળીનો પાક બજારમાં આવતા ભાવ હજી ઘટવાની શક્યતા રહેલી છે. જેને લઇને ભાવનગર જિલ્લાના ખેડૂતો અને જિલ્લા ભાજપ તરફથી તાત્કાલિક ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે તેવી કેન્દ્રીય કૃષિપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ વર્ષમાં વધુ ભારે વરસાદ અને ઉંચા બિયારણની ખરીદી કરી ખેડૂતોએ ડુંગળીનું વાવેતર તો કર્યું પરંતુ ઉત્પાદનના સમયે નિકાસબંધી હોવાને લઇને ખેડૂતોને ભાવ મળશે તે આશા પર પાણી ફરી વળ્યું છે.

ભાવનગરના માઢીયા સવાઇનગર વચ્ચે 2016 ની સાલમાં મામુલી રકમની લૂંટ માટે છરીઓના ઘા મારી હત્યા કરી હતી એ આરોપીને ભાવનગર ડિસ્ટ્રીક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ભાવનગરના માઢીયા સવાઇનગર વચ્ચે 2016 ની સાલમાં વાડીએથી પરત ફરી રહેલા વ્યક્તિની મામુલી રકમની લૂંટ માટે છરીઓના ઘા મારી હત્યા નિપજાવી નાખી હતી, જેમાંથી એક આરોપીને ભાવનગર ડિસ્ટ્રીક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

ભાવનગરના ભાલ પંથકમાં આણંદપર ગામે જમીન ધરાવતા વાંચેલા નામના વ્યક્તિ 30.9.2016 ના રોજ પોતાને વાડીએથી ઘર તરફ પરત આવી રહ્યા હતા તે દરમિયાન સવાઇનગર માઢીયા વચ્ચે દાહોદ જિલ્લાના વતની શોભણભાઈ મકનભાઈ માળી તેમ જ તેનો ભાઈ ચેતન મકનભાઈ માળીએ ગિરવાનસિંહ વાડીએ થી પરત આવી રહ્યા હતા ત્યારે સવાઇનગર-માઢિયા રોડ પર રસ્તામાં રોકી લૂંટ કરવાના ઇરાદે તેની સાથે ઝપાઝપી કરી અને છરીઓના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી રૂપિયા 1500ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા ગિરવાનસિંહ નું મોત નિપજયું હતું, જે અંગે તેના પુત્ર દ્વારા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જે અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વાચ્છાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારી ની દલીલો તેમજ 9 મૌખિક પુરાવાને 37 દસ્તાવેજી પુરાવો ને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી શોભન મકનભાઈ માળી ને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે તેના ભાઈને શંકાનો લાભ આપે છોડી મુકવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારના કૃષિબીલનો પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોના ખેડૂતો વિરોધ કરી તેને રદ કરવાની માંગ


                તસ્વીર :- શૈલેષ રાવળ
કેન્દ્ર સરકારના કૃષિબીલનો પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોના ખેડૂતો વિરોધ કરી તેને રદ કરવાની માંગ સાથે દિલ્લી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. આ કૃષિબીલનો વિરોધ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે.જેમાં આજે ભાવનગરના સુરકા ગામે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન યોજી કૃષિબીલનો વિરોધ કર્યો હતો જ્યારે પોલીસે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની અટકાયત કરી હતી.




કેન્દ્ર સરકારના તાજેતરમાં અમલી બનાવાયેલા 3 કૃષિબીલનો વિવિધ રાજ્યોના ખેડૂતો વિરોધ કરી તેને રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના સમર્થનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો હવે જોડાઈ ઉપવાસ આંદોલન કરી રહયા છે.આજે ભાવનગર જિલ્લાના ઘોઘાના સુરકા ખાતે આજે ખેડૂત સંઘર્ષ સમિતિના બેનર હેઠળ 12 ગામના ખેડૂત આગેવાનો દ્વારા એક દિવસીય પ્રતીક ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જો કે ખેડૂતો ઉપવાસ આંદોલન નો પ્રારંભ કરતા ગણતરીની મિનિટોમાં પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી.જ્યારે ખેડૂતોએ સુત્રોચ્ચાંર કરી પોતાની માંગને બુલંદ બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તોલમાપ વિભાગે ક્ષતિ બદલ 435 એકમો વિરુદ્ધ પગલાં લઇ રૂ. 4.78 લાખથી વધુની સરકારી ફી વસુલ કરી



ભાવનગર અને બોટાદ જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા હાલમાં દિવાળીના તહેવારો દરમિયાન ૪૩૫ જેટલા વિવિધ એકમોની ઓચિંતી મુલાકાત લઇ ૨૩ એકમોની સામે વધુ ભાવ લેવા, કિંમતમાં ચેકચાક કરવી, ભાવ પત્રકમા નિયત જથ્થો દર્શાવેલ ન હોય, પરવાના વગર વજન કાંટા વેચાણ કરવા, પ્રમાણિત કર્યા વગર વજન કાંટા વેચાણ કરવા તેમજ ઉપયોગ કરવા બદલ, વજન માપ પ્રમાણિત ન કરાવવા, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા અને પેકર તરીકેની નોંધણી ન કરાવવા બાબત જેવી તથા અન્ય ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરી આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.૫૦,૦૦૦ વસૂલ કરવામાં આવ્યા તથા ૨૭૮ એકમોની ચકાસણી કામગીરી કરી રૂ.૪,૨૭,૫૩૦ ચકાસણી તથા વિલંબિત કે અન્ય ફી સહિત કુલ ૪,૭૮,૩૭૫ સરકારી ફી વસુલ કરેલ છે.

સરદાર મુલાકાત દરમિયાન ગ્રાહકો તથા વેપારીઓને પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સરકારશ્રી દ્વારા અપાયેલ દિશા નિર્દેશોનું પાલન કરવા જરૂરી સુચના જેવી કે ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ માસ્ક તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ એકબીજા વચ્ચે જરૂરી અંતર જાળવવું તથા ગ્રાહકોને જરૂરી સુવિધા પૂરી પાડવી વગેરે માહિતી હાજર ગ્રાહકો તથા વેપારીઓને આપી તેનો અમલ કરવા જણાવવામાં આવ્યું હતું.

સદર કામગીરીમાં જિલ્લા અધિકારી શ્રી કે.એમ.રાવલ તથા સર્વે નિરીક્ષકો શ્રી એમ.એસ. નિનામા અને કુ.આર.એમ.જાદવએ જરૂરી કાર્યવાહી કરી હતી. જેમાં શ્રી નરસિંહભાઈ સહિત અન્ય કર્મચારીઓ પણ મદદરૂપ થયેલ.

ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન વિવિધ ૩,૯૮૭ એકમોની તપાસ કરવામાં આવેલ. જેમાં વજન માપ કાયદા નિયમો તથા શરતોના ભંગ કરવા બાબતની ક્ષતિઓ બદલ કુલ ૧૯૨ એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.૨,૬૬,૭૦૦ વસૂલ કરવામાં આવ્યા તથા ૩,૩૦૭ એકમોની ચકાસણી કામગીરી કરી રૂ.૨૯,૪૬,૧૪૮ ચકાસણી ફી તથા વિલંબિત કે અન્ય ફી સહિત કુલ ૪૦,૨૪,૫૨૮ સરકારી ફી વસુલ કરેલ છે.

પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સરકારશ્રી દ્વારા વિલંબિત ચકાસણી ફી મા આપેલ રાહત આગામી ૩૧ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી જ હોય, બાકી રહેલ એકમોએ વહેલી તકે તે પહેલા ચકાસણી મુદ્રાંકન કામગીરી કરાવી લેવા મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

ભાવનગર યુનિવર્સિટી ની આગામી સાત તારીખથી યોજાનારી ug અને pg ની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ની આગામી સાત તારીખથી યોજાનારી ug અને pg ની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવે તે અંગે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા. જોકે એક તબક્કે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને પોલીસની દરમિયાનગીરી બાદ સમગ્ર મામલો થાળે પાડયો હતો.


સમગ્ર દેશમાં હાલ વૈશ્વિક કોરોના મહામારી ને લઈને મોટાભાગની શેક્ષણિક સંસ્થાઓ દ્વારા હાલ પૂરતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં આગામી 7 તારીખથી યુજી સેમેસ્ટર-3 અને 5 ની તેમજ પીજી સેમેસ્ટર-3 પરીક્ષાઓ યોજવા જઇ રહી છે, આવા સંજોગોમાં ઓનલાઇન માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી, તેમજ સાયન્સના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ પણ થયું ન હોય અને હાલ જે પ્રમાણે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાલ પૂરતી આ પરીક્ષાઓ મોકૂફ રાખવી જોઈએ તેવી માંગ સાથે આજે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટી કાર્યાલય ખાતે આવી ધરણા પર બેસી ગયા હતા. જો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઇ જતા એક તબક્કે પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને તેમને વિદ્યાર્થી આગેવાનોને સમજાવી અને યુનિવર્સિટીના સત્તાધીશો સાથે મુલાકાત કરાવી સમગ્ર મામલે મામલો થાળે પાડ્યો હતો.


જોકે આ અંગે યુનિવર્સિટીના સબ રજીસ્ટાર જણાવ્યું હતું કે હાલ જે પ્રમાણે કોરોના ની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જ યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણે સોશિયલ જળવાય તેવી બેઠક વ્યવસ્થા, માસ્ક સેનેટાઈઝર, તમામ વિદ્યાર્થીઓ નું સ્ક્રિનિંગ બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાંનું માળખું પણ હાલના સંજોગ મુજબ રાખવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે પ્રમાણે આ પરીક્ષાઓ યોજવા જઇ રહી છે. યુનિવર્સિટી દ્વારા આ જ રીતે અગાઉ પણ પરીક્ષાઓ સફળતા પૂર્ણ છે જેને લઇને કોરોના નું કોઈપણ સંક્રમણ થવાની શક્યતા છે નહીં.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન મળે એ અભિયાનમાં ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું

                            તસ્વીર  :- શૈલેષ રાવળ

ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન મળે એ અભિયાનમાં ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું અને પોતે પણ એક મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે એક અભિયાન ચલાવી રહ્યા છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રત્યે માત્ર રાજપૂત સમાજ નહીં પણ સમગ્ર સમાજને એક પ્રજા વતી એક આદર ભાવ કાયમ છે જે સમગ્ર દેશમાટે ગૌરવ સમાન છે એવું તેમણે જણાવ્યું હતું.

આજે ભાવનગર જિલ્લામા ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત


જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૦૩૩ કેસો પૈકી ૪૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૦૩૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના ખડસલીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૮ તેમજ તાલુકાઓના ૧૦ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૦૩૩ કેસ પૈકી હાલ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૪,૯૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે. 

મહાનગપાલિકા ભાવનગર દ્વારા COVID-19 ટેસ્ટ ઓનકોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ

ભાવનગર મહનગરપાલિકા આરોગ્ય વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, કોરોના રોગ ચાળા ને નિયંત્રણ માં લાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમાં સામાજિક/સ્વૈચ્છિક સંસ્થઓ ઉદ્યોગસાસિકો/ઉદ્યોગો,ધાર્મિક/સાંસ્કૃતિક સંસ્થાઓ તથા અન્ય નાગરિક સંસ્થાએ ને જણાવવાનું કે ,
મહાનગપાલિકા ભાવનગર દ્વારા  COVID-19 ટેસ્ટ ઓનકોલ સેન્ટર  શરૂ કરેેેલ છે, આથી આપની સંસ્થામાં ૨૫ કે તેનાથી વધુ લોકો રેપીત ટેસ્ટ કરાવવા ઇચ્છતા હોય તો તેઓએ ફોન નંબર-૦૨૭૮-૨૪૩૦૨૪૫ પર સંપર્ક કરી વોટસ નંબર પર આપની સંસ્થા ના આધારભૂત પુરાવા તથા રેપીટ ટેસ્ટ કરાવવા ઇચ્છતા લોકોનું લાઈન લીસ્ટ મોકલી આપવાનું રહેશે. જેથી સંસ્થા ખાતે આરોગ્ય ટીમ આવી તમામ લોકોના રેપિટ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપશે.

ભાવનગર શહેરી વિસ્તારમાં સામાજિક/સ્વૈચ્છિક સંસ્થઓ ઉદ્યોગસાસિકો/ઉદ્યોગો,ધાર્મિક/સાંસ્કૃતિક સંસ્થાઓ તથા અન્ય નાગરિક સંસ્થાઓ ને આ સુવિધાનો લાભ લેવા માન.મેયર મનહરભાઈ મોરી, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યા , આરોગ્ય ચેરમેન રાજભાઈ રાબડી યા , વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, માન.કમિશનર એમ. એ.ગાંધી વગેરે અનુરોધ કરેલ છે.

બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોય તેવા પ્રસંગોની સબંધિત મામલતદારને બે દિવસ અગાઉ ફરજિયાત જાણ કરવાની રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, ભાવનગરના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૪ તળેના જાહેરનામાથી આપવામા આવેલ સુચના અન્વયે ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય તથા ઘોઘા તાલુકા વિસ્તારમા સામાજિક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય તથા Other Congregations/Large gatherings તેમજ લગ્ન સમારંભના આયોજનો કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થવાના હોય તેવા પ્રસંગોએ જે સ્થળે પ્રસંગ યોજાનાર હોય તે સ્થળના માલિક, ટ્રસ્ટી, સંચાલક કે અધિકૃત વ્યક્તિએ સંબંધિત તાલુકા મથકના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને પ્રસંગના બે દિવસ અગાઉ ફરજીયાતપણે જાણ કરવાની રહેશે તેમ મદદનિશ કલેકટર પુષ્પ લતા દ્વારા યાદી મારફત જણાવવામા આવ્યુ છે.

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય  કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.


આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતના પદાધિકારીઓ તેમજ મદદનિશ કલેક્ટર પુષ્પ લત્તા, પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેર પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.