BREAKING

ડુંગળીના ભાવોમાં કડાકો, ભાવનગરના ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો ભાવનગર છે. ત્યારે ડુંગળીના ભાવમાં નિકાસબંધી ના કારણે ભાવમાં બોલેલા કડાકાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીના મણના ભાવે ગયા વર્ષે 1500થી 2000 જેટલા હતા. જે એપ્રિલમાં 60થી 100 રૂપિયા થઈ ગયા હતા અને હાલમાં ભાવનગર માર્કેટ યાર્ડ માં મણ ડુંગળીનો ભાવ 150થી 400 રૂપિયા થઈ ગયો છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર ડુંગળીનો પાક બજારમાં આવતા ભાવ હજી ઘટવાની શક્યતા રહેલી છે. જેને લઇને ભાવનગર જિલ્લાના ખેડૂતો અને જિલ્લા ભાજપ તરફથી તાત્કાલિક ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે તેવી કેન્દ્રીય કૃષિપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ વર્ષમાં વધુ ભારે વરસાદ અને ઉંચા બિયારણની ખરીદી કરી ખેડૂતોએ ડુંગળીનું વાવેતર તો કર્યું પરંતુ ઉત્પાદનના સમયે નિકાસબંધી હોવાને લઇને ખેડૂતોને ભાવ મળશે તે આશા પર પાણી ફરી વળ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો