ચૂંટણીઓ નજીક આવતા લોકોના દિલ જીતવા માટે હવે નેતાઓ લોકોની પડખે આવી રહ્યા છે.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે ભાવનગરના નજીકના તરસમીયા ગામે પાણી મુદ્દે તેમજ કૃષિ બિલના વિરોધમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા માટલાફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ કૃષિ બિલનું હોળી કરવા જતા પોલીસ દ્વારા કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
કોંગ્રેસ દ્વારા માટલા ફોડવામાં આવ્યા.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેર ની આજુબાજુમાં આવેલા તરસમયા સહિતના પાંચ ગામોને મહાનગર પાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે, પરંતુ આ ગામોને માત્ર વેરા ઉઘરાવવા માટે જ મહાનગરપાલિકામાં મેળવ્યા હોય તેમ ગામોમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ મનપા દ્વારા ઊભી કરાઇ નથી. ભાવનગર ના તરસમીયા ગામે છેલ્લા પંદર દિવસથી લોકોને પીવાનું પાણી મળ્યું નથી તેમજ ગામમાં મહાનગર પાલિકા દ્વારા જૂની ગટર લાઈન તોડી અને રોડ ખોદી નાખવામાં આવ્યા છે જે એક વર્ષથી જેમના તેમ મૂકી દેવામાં આવ્યો છે જેને લઇને જૂની ગટર ના પાણી રોડ પર ફરી વળ્યા છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આજે કોંગ્રેસ મેદાને આવી હતી અને ગામ લોકોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા પાણી મુદ્દે માટલાફોડ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કોંગ્રેસના મહિલા કાર્યકરો અને ગામની મહિલાઓ દ્વારા માટલા ફોડી અને વિરોધ કરવામાં આવ્યો હતો
કૃષિ બિલની હોળી કરવા જતા કોંગ્રેસના આગેવાનોની અટકાયત
જો કે સાથે સાથે કૃષિ બિલના વિરોધમાં કૃષિ બિલની હોળી કરવા જતા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો