BREAKING

ભાવનગરના માઢીયા સવાઇનગર વચ્ચે 2016 ની સાલમાં મામુલી રકમની લૂંટ માટે છરીઓના ઘા મારી હત્યા કરી હતી એ આરોપીને ભાવનગર ડિસ્ટ્રીક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ભાવનગરના માઢીયા સવાઇનગર વચ્ચે 2016 ની સાલમાં વાડીએથી પરત ફરી રહેલા વ્યક્તિની મામુલી રકમની લૂંટ માટે છરીઓના ઘા મારી હત્યા નિપજાવી નાખી હતી, જેમાંથી એક આરોપીને ભાવનગર ડિસ્ટ્રીક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

ભાવનગરના ભાલ પંથકમાં આણંદપર ગામે જમીન ધરાવતા વાંચેલા નામના વ્યક્તિ 30.9.2016 ના રોજ પોતાને વાડીએથી ઘર તરફ પરત આવી રહ્યા હતા તે દરમિયાન સવાઇનગર માઢીયા વચ્ચે દાહોદ જિલ્લાના વતની શોભણભાઈ મકનભાઈ માળી તેમ જ તેનો ભાઈ ચેતન મકનભાઈ માળીએ ગિરવાનસિંહ વાડીએ થી પરત આવી રહ્યા હતા ત્યારે સવાઇનગર-માઢિયા રોડ પર રસ્તામાં રોકી લૂંટ કરવાના ઇરાદે તેની સાથે ઝપાઝપી કરી અને છરીઓના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી રૂપિયા 1500ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા ગિરવાનસિંહ નું મોત નિપજયું હતું, જે અંગે તેના પુત્ર દ્વારા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જે અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વાચ્છાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારી ની દલીલો તેમજ 9 મૌખિક પુરાવાને 37 દસ્તાવેજી પુરાવો ને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી શોભન મકનભાઈ માળી ને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે તેના ભાઈને શંકાનો લાભ આપે છોડી મુકવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો