BREAKING

ભાવનગર યુનિવર્સિટી ની આગામી સાત તારીખથી યોજાનારી ug અને pg ની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ની આગામી સાત તારીખથી યોજાનારી ug અને pg ની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવે તે અંગે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા. જોકે એક તબક્કે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને પોલીસની દરમિયાનગીરી બાદ સમગ્ર મામલો થાળે પાડયો હતો.


સમગ્ર દેશમાં હાલ વૈશ્વિક કોરોના મહામારી ને લઈને મોટાભાગની શેક્ષણિક સંસ્થાઓ દ્વારા હાલ પૂરતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં આગામી 7 તારીખથી યુજી સેમેસ્ટર-3 અને 5 ની તેમજ પીજી સેમેસ્ટર-3 પરીક્ષાઓ યોજવા જઇ રહી છે, આવા સંજોગોમાં ઓનલાઇન માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી, તેમજ સાયન્સના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ પણ થયું ન હોય અને હાલ જે પ્રમાણે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાલ પૂરતી આ પરીક્ષાઓ મોકૂફ રાખવી જોઈએ તેવી માંગ સાથે આજે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટી કાર્યાલય ખાતે આવી ધરણા પર બેસી ગયા હતા. જો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઇ જતા એક તબક્કે પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને તેમને વિદ્યાર્થી આગેવાનોને સમજાવી અને યુનિવર્સિટીના સત્તાધીશો સાથે મુલાકાત કરાવી સમગ્ર મામલે મામલો થાળે પાડ્યો હતો.


જોકે આ અંગે યુનિવર્સિટીના સબ રજીસ્ટાર જણાવ્યું હતું કે હાલ જે પ્રમાણે કોરોના ની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જ યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણે સોશિયલ જળવાય તેવી બેઠક વ્યવસ્થા, માસ્ક સેનેટાઈઝર, તમામ વિદ્યાર્થીઓ નું સ્ક્રિનિંગ બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાંનું માળખું પણ હાલના સંજોગ મુજબ રાખવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે પ્રમાણે આ પરીક્ષાઓ યોજવા જઇ રહી છે. યુનિવર્સિટી દ્વારા આ જ રીતે અગાઉ પણ પરીક્ષાઓ સફળતા પૂર્ણ છે જેને લઇને કોરોના નું કોઈપણ સંક્રમણ થવાની શક્યતા છે નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો