BREAKING

મણિનગર રેલ્વે ક્રોસિંગથી ચાર શખ્સો ડ્રાઇવરને પોતાની રિક્ષામાં ઉપાડી ગયા રિક્ષા ચલાવવા બાબતે તકરાર થઇ હતી જેની અદાવત રાખી અપહરણ કરી માર મારતા ફ્રેકચર


અમદાવાદ,શુક્રવાર

સરસપુરમાં રહેતા રિક્ષા ચાલક યુવકનું ચાર શખ્સો દ્વારા પોતાની રિક્ષા અપહરણ કરવામા આવ્યું હતું અને ચાલું રિક્ષામાં ઢોર માર મારીને બેભાન હાલતમાં  મધરાતે ઉતારીને આરોપીઓ જતા રહ્યા હતા, યુવકને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, યુવકને હાથ-પગ સહિત શરીરે માર મારતાં ફ્રેકચર થયું હતું.

આ કેસની વિગત એવી છે કે સરસપુરમાં નાની વાસણ શેરીમાં રહેતા  અને રિક્ષા ચલાવતા મુકેશભાઇ મનોજભાઇ ઠાકોર (ઉ.વ.૩૦)એ રામોલ પોલીસ સ્ટશનમાં વટવા ચાર માળિયા ખાતે રહેતા સંજય શુકલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે ગત તા, ૭ના રોજ યુવક મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રિક્ષામાં બેઠા હતા, જયાં રાતે ૧૧.૩૦ વાગે ચાર શખ્સોએ આવીને ચલ રિક્ષામાં બેસી જા કહીને પકડીને રિક્ષામાં બેસાડી દીધા બાદ રિક્ષા મારી મૂકી હતી અન ચાલું રિક્ષામા લાકડીઓથી ઢોર માર માર્યો હતો, અને બે ભાન હાલતમાં રાજેન્દ્રપાર્ક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં મૂકીને નાસી ગયા હતા.

સવારે પાંચ વાગે યુવક ભાનમાં આવ્યો ત્યારે હાથ પગ ચાલતા  ન હતા, પિતાને જાણ કરતાં સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, યુવકે હાથ-પગ સહિત શરીરે માર મારતાં ફ્રેકચર થયું હતુ અને  થાપાના ભાગે ઓપરેશન કરવું પડયું હતું. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો