ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ખનીજ ચોરી થઈ રહી છે જેને લઇને ખાણ ખનીજ વિભાગની ટીમ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે આજે ખાણ ખનીજ વિભાગના સ્ટાફ ભાવનગર વિસ્તારમાં સનેસ અને નિરમા પાટીયા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ત્યાંથી ખનીજ ભરેલ ટ્રક પસાર થઈ રહેલા ત્રણ ટ્રકને અટકાવી તેમની પાસેથી રોયલ્ટી પાસ સહિતના દસ્તાવેજો માગતા જે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી ખાણ-ખનીજ વિભાગે ત્રણ ટ્રક અને એક હિટાચી મશીન કબજે કરી પોલીસ મથકમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો