સિહોર નવા ગુંદાળા વસાહત વિસ્તારના ખેતમજૂરો મજૂરી માટે જઈ રહ્યા હતા ત્યારે વલ્લભીપુર પાસે આવેલ મોણપર- નવાગામ વચ્ચે પિકઅપ વાહન પલ્ટી ખાઈ જતાં 30વ્યક્તિ ને થયેલ ઇજા સિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ.
સિહોર નવા ગુંદાળા તેમજ રામનગર પ્લોટીગ વિસ્તાર ના મજૂરો ખેત મજૂરી માટે પીકઅપ વાહન માં આશરે 50થી 60 મજૂરો ખેતર માં મજૂરી કામ પર જઈ રહ્યા હતા ત્યારે વલ્લભીપુર તાલુકાના મોનપુર નવાગામ ની વચ્ચે પિકએ વાહનના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વાહન પલ્ટી ખાઈ ગયું હતું, જેમાં બેઠેલા લોકો માંથી 30 કરતા વધુ લોકોને નાનીમોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થયા જ સ્થાનિકો તેમજ અન્ય સેવાભાવીઓ દ્વાફ જુદા જુદા વાહન મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય ને વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા.
રિપોર્ટર હરીશ પવાર....જીએન ન્યુઝ સિહોર



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો