અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરંભેલા "મિશન મિલિયન ટ્રી" અભિયાનમાં ગોતા વિસ્તાર સ્થિત સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે 65,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
આ સ્મૃતિ વનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વૃક્ષારોપણ કર્યું હતું.રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત અને ક્લિન ગુજરાતના લક્ષ્ય ભણી ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહી છે. આવનારી પેઢી માટે ટકાઉ વિકાસ ખૂબ જ જરૂરી છે માટે પર્યાવરણની જાળવણી અને મહત્તમ વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન,વૃક્ષોનો ઉછેર જેવી રાજ્યવ્યાપી વિવિધ કામગીરી સરકારે હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો