BREAKING

પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારત રત્ન મળે અભિયાનમાં સમર્થન પૂરું પાડતા બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન ભોળાભાઈ રબારી

ભાવનગર પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત મળે અભિયાન લઈને નીકળેલા ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોળીયાને ગુજરાતના સાધુ સંતો, પ્રતિષ્ઠિત નાગરિકો,રાજકીય પ્રતિનિધિઓનું અવિરત સમર્થન મળી રહ્યું છે,ત્યારે આજરોજ બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેનશ્રી ભોળાભાઈ રબારીએ સમર્થન પૂરું પાડ્યું અને વધુમાં તેમણે જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અખંડ ભારતના નિર્માણમાં સૌપ્રથમ રજવાડુ તેમજ તમામ સંપત્તિ સોંપીને ભારત વર્ષને એક ગૌરવ પૂરું પાડ્યું હતું તેમજ એવા ઘણા પ્રજાલક્ષી કાર્યો નોંધાયેલા છે તે માટે તેમને ભારત રત્નથી નવાજવામાં આવે તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો