BREAKING

દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને જેસર તાબેના છાપરીયારી ગામ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

આગામી દિવસોમાં આવનાર ધાર્મિક તહેવારોને અનુલક્ષીને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર રેન્જ આઇ.જી.પી.અશોક કુમાર તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી.
    જે સુચના અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે જેસર તાબેના છાપરીયારી ગામ ચોકડી પાસેથી આરોપી ગુલાબભાઇ ઉર્ફે ઢુઢીયો S/O હુશેનભાઇ જમાલભાઇ લાડુક ઉ.વ.૨૭ રહેવાસી ગામ-ઉગલવાણ, સરોડ રોડ તાલુકો જેસર જીલ્લો ભાવનગર વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.અને આગળની તપાસ જેસર પોલીસ ચલાવી રહી છે.
                 આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. પરેશભાઇ પટેલ જોડાયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો