BREAKING

તળાજા તાલુકાના નેસીયા ગામે થી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૬ કુલ કિ.રૂ.૪૬,૮૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા તાલુકાના નેસીયા ગામે રહેતો દિગ્વિજય સિંહ ઉર્ફે મુન્નાભાઇ અનોપસિંહ ગોહિલ કે જેઓની વાડિ નેસીયા ગામથી હબુકવડ જતા રોડ પાસે આવેલ વાડીની ઓરડીમા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે રેઇડ કરતાં દિગ્વિજયસિંહ ઉર્ફે મુન્નાભાઇ અનોપસિંહ ગોહિલ ઉ.વ. ૩૦ રહે, નેસીયા ગામ તા.તળાજા જી.ભાવ નગર વાળો હાજર મળી આવેલ. તેના કબ્જા-ભોગવટાની વાડીમાં આવેલ ઓરડી માં તપાસ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ ડનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૪૬,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતાં મજકુરને આ દારુનો જથ્થો કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા સિહોર તાલુકાના સોનગઢ ગામે રહેતો અજયસિંહ બળુભા ગોહિલ આપી ગયેલ હોવાની હકીકત જણાવતા કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ.  અને હાલમાં ચાલતી કોરોનાની મહામારીને ધ્યાને લઇ સરકારશ્રી તથા નામ. કોર્ટનાં હુકમ અનુસાર આરોપીનો કોવિડનો ટેસ્ટ કરાવવો ખુબ જ જરૂરી હોય.જેથી હાજર મળી આવેલ ઈસમને હસ્તગત કરી તેઓ બંન્ને વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો