ધવલ રાઠોડ/સિહોર
સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિર તળાવ માંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી, જે અંગેની જાણ શિહોર સ્થાનિક તંત્રને થતા મામલતદાર , નગરપાલિકા ફાયર વિભાગની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી. આ લાશ કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવકની હોવાનું જાણવા મળી રહ્યું છે જે અંગે સિહોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો