તળાજા/ધરમશી મકવાણા
ભાવનગર જીલ્લાના તળાજા પંથકમાં રાની પશુઓના હુમલાની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે આવી વધુ એક ઘટનામાં વૃદ્ધનું મોત નીપજયું છે, તળાજા તાલુકાના વાટલિયા ગામે દીપડાએ વૃદ્ધ ઉપર હુમલો કરતા મોત નીપજ્યું છે.
તળાજા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓ ના ત્રાસથી ખેડુતો મુશ્કેલી વેઠી રહ્યા છે . તાજેતરમાં તળાજા તાલુકાના શેળાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પર હુમલા કરતા દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે તળાજા તાલુકાના છેવાડાના ગામ ગણાતા વાટલીયા ગામમાં વાડા માં સૂતેલા એક 55 વર્ષ ના વૃદ્ધ ઉપર હુમલો કરતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, ઘટનાના પગલે ગામા ફફડાટ વ્યાપી ગયો છે, હાલ વૃદ્ધના મૃતદેહને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યા છે.અહીં સ્થાનિક લોકો એ એવો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફોરેસ્ટ વિભાગ ને અવારનવાર જાણ કરવા છતાં પણ આ દીપડાને પાંજરે પુરવામા આવતો નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો