BREAKING

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત



વિપુલ બારડ/ભાવનગર

પેટ્રોલ -ડીઝલના ભાવ વધારા મુદ્દે આજે ભાવનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જોકે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ધરણા પર બેસે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જેમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી જિલ્લા, પ્રમુખ પ્રવિણ રાઠોડ તેમજ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો