BREAKING

ગઢડા તાલુકા બાબર સમાજનો પ્રથમ વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાશે

સાધુ સંતો અને સમાજના અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિત માં યોજાશે સમારોહ.

રિપોર્ટ-માધવીબેન કંડોલીયા

તા.22-12-19 ના રવિવારે સવારે 9 કલાકે ગઢડાના કમલમ્ હોલ ખાતે ગઢડા તાલુકાનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન સમારોહ યોજાશે. ગઢડા તાલુકામાં અંદાજે 72 ગામડાઓમાં બાબર સમાજની વસ્તી છે. જે શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને એના ભવિષ્ય ઉજ્વળ કરે તેવા આશયથી આ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક અને નાના ભૂલકાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે...આ દિવસે લાખેણી  જગ્યાના પ.પૂ.ગોપાલદાસ બાપુ, જુના અખાડાના પ.પૂ શિવચેતનગિરી બાપુ, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પ.પૂ શ્રીકોઠારી સ્વામી, બીએપીએસ મંદિરના પ.પૂ આધ્યાત્મિક સ્વામી  આશીર્વચન અપાશે. તેમજ ગુજરાત ભરના બાબર સમજના અગ્રણીઓ ખાસ હાજરી આપશે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો