સિહોર તાલુકાના પીપરડી ગામની ઘટના.
ભાવનગર જીલ્લાના સિહોર તાબાના ભૂતિયા નજીકના પીપરડી ગામે વાડીમાં બે બાળકોના મોત ની ઘટનાથી ચકચાર મચી છે. કોઈ ઝેરી પદાર્થ ભૂલથી ખાઈ કે પી જવાથી આ બાળકોના મોત નીપજયાં નું અનુમાન કરવામાં આવી રહ્યું છે જયારે બે બાળકોને પણ અસર થતા તેને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા.છે.
પીપરડી ગામે દુલાભાઈ ડાયાભાઇ પટેલ ની વાડી માં ભાગીયું રાખી ને રહેતા દાહોદ પંથકના અશ્વિન ભાઈ અને તેનો પરિવાર રહેતો હોય ત્યારે આજે સાંજે કોઈ કારણોસર ત્યાં રમી રહેલા ચાર બાળકો ની તબિયત લથડી હતી. આ બાળકો ત્યાં રમતા સમયે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતા કે પી જતા શિવાંગી અને અર્વના નામની બે બાળકી ના મોત નીપજ્ય છે જયારે અન્ય બે બાળકો ને હાલ સારવાર માટે ૧૦૮ ની મદદ થી સિહોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવેલ છે જ્યાં તેમની હાલત વધુ ગંભીર જાણતા તેમને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં હજુ આ બાળકો દ્વારા એવું શું ખાધું પીધું છે તે હજુ જાણી શકાયું નથી જેથી હાલ ડોકટરો પણ મુંજવણ માં મુકાયા છે તેમજ બંને જીવિત બાળકો ની સારવાર હાથ ધરી છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો