ભાવનગરમાં
આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર સરકારી છાત્રાલયમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને
લઈને આજે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ દોડી આવ્યા હતા
અને કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા અને તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
કે છાત્રાલયના નિયામક દ્વારા તેમના પ્રશ્નો હલ કરવાના બદલે તેમને અપશબ્દો કહેવામાં
આવી રહ્યા છે અને જ્યાં સુધી તેઓ માફી નહિ માંગે ત્યાં સુધી તેઓ ઉભા થશે નહી.
ભાવનગર ખાતે
આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને પીજી હોસ્ટેલમાં
વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો જેવા કે ગરમ પાણી, સરકારી નિયમ મુજબ સવારમાં નાસ્તો
સહિતની સમસ્યાને લઈને ગઈકાલે નિયામકને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમના
પ્રશ્નોનું કોઈપણ પ્રકારનું નિરાકણ નહિ આવતા અને નિયામક દ્વારા તેમના પ્રશ્નોના
નિરાકણ લાવવાના બદલે તેમને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં
વિદ્યાર્થીઓ બહુમાળી ભવન ખાતે દોડી આવ્યા હતા અને કચેરીની લોબી માં જ બેસી ગયા હતા
અને નિયામક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા
અને એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી નિયામક લેખિતમાં વિદ્યાર્થીઓની માફી
નહિ માગે ત્યાં સુધી તેઓ અહીયાજ બેસી રહશે.
જો કે આ બાબતે
જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે
ગઈકાલે જ વાત મીટીંગ થઇ છે અને તેમના પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે
તેમના પ્રશ્નો હલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે અપશબ્દો બાબતે
તેમને જણાવ્યું હતું કે કોઈ અપશબ્દો બોલવામાં આવ્યા નથી અને છાત્રાલયમાં બહારના
અન્ય વિદ્યાર્થીઓ આવી અને વિદ્યાર્થીઓ ઉશ્કેરી રહ્યા છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો