સમયસર વીજળીના મળવાના કારણે ખેતરમાં ઉભો પાક બળી જવાની ભીતિ.
એકબાજુ અતિવસૃષ્ટિ અને માવઠાનો માર સહન કર્યા પછી માંડ માંડ ઉભા થયેલા ખેડૂતો હવે રવીપાક પર આશા બાંધી હતી કે કંઈક ઉગાડીશું અને કાંઈક મેળવીશું, પરંતુ હવે પીજીવીસીએલ તંત્ર ના કારણે ખેડૂતોને રાતપાણીએ એઓવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થઇ છે,હાલ ખેડૂતો દ્વારા ઘઉં, ડુંગળી, જીરું જેવા રવીપકોનું વાવેતર કર્યું છે, વરસાદ સારો થહો હતો જેથી પિયતની પર સારી વ્યવસ્થા છે ત્યારે એક આશા બંધાઈ હતી કે શિયાળુ પાક માં કંઈક મેળવીશું, જો કે હવે પીજીવીસીએલ તંત્રના પાપે ખેડૂતો ના ઉભા પામ ને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
ઘોઘા અને ભાવનગર તાલુકાના સણોદર, ભંડારીયા, મામસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી પીજીવીસીએલ ની બેદરકારી ના કારણે ખેતીવાડીમાં લાઈટના ધંધિયા થઈ ગયા છે. આમ તો ખેતીવાડીમાં આંઠ કલાક વીજળી આપવાની હોય છે પરંતુ વારંવાર ખોટકો સર્જાતા વીજળી ગુલ થઈ જાય છે જેના કારણે બે થી ત્રણ કલાક પણ વીજળી મળતી નથી, હાલ ઉભા પાક ને પિયત ની જરૂરિયાત છે ત્યારે વીજ કંપની ના ધાધિયા ના કારણે પિયત થતું ના હોય ઉભો પાક સુકાઈ જવાની ભીતિ છે.
જોંકે ખેડૂતો દ્વારા અનેકવાર આ બાબતે પીજીવીસીએલ તંત્ર ને આ બાબતે ધ્યાન દોર્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ કરતા આજે મોટી સંખ્યાના આ વિસ્તારના ખેડૂતો મામસા પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને જો આગામી સમયમાં રીપેરીંગ કરી અને વીજળી સમયસર નહિ આપવામાં આવે તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી આપી છે.
જોંકે આ બાબતે પીજીવીસીએલ માં અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતોની રજુઆત ના પગલે તાકીદે રીપેરીંગ કામ કરાવી અને તેમને સમયસર વીજળી મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો