બંને બાળકો કૌટુંબિક ભાઈઓ છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગોરીયાળી રામપર ગામે રમતા રમતા બે પિતરાઈ ભાઈઓ કૂવામાં પડી જતા બન્નેના મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા એવા ગોરીયાળી રામપર ગામે આજે બપોરના સમયે ચાર વર્ષ નો પારસ અશ્વિનભાઈ જાંબુચા અને છ વર્ષનો વિવેક તુલસીભાઈ જાંબુચા આજે પોતાની વાડીએ માતાપિતા કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક રમતા રમતા કૂવામાં પડી ગયા હતા, ગામલોકો દેરા બન્ને બાળકોને કુવામાંથી બહાર કાઢી અને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બન્ને ને મૃત જાહેર કર્યા હતા. બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,બંને માસૂમ બાળકો ના મોત થી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, નાનકડા એવા ગામમાં ઓન શોકનું મોજું ફરી વળ્યું હતું,

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો