ઉમરાળા તાલુકના ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલ સૌની યોજનાનું કામના કારણે ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ પાક નાશ પાણી રહ્યો છે અને તેને રોકવા જતા ખેડૂતો પર કોન્ટ્રકટર દ્વારા ખોટા પોલીસ કેસ કરીને ફસાવી દેવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજે ઉમરાળા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઇ ધારાસભ્ય પ્રવીણ મારુની આગેવાનીમાં ભાવનગર જીલ્લા કલેકટર ને લેખિતમાં રજૂઆત કરી હતી.
ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના વિકળીયા ગામથી ભાવનગરના બોરતળાવ સુધીની સૌની યોજના ની પાઈપ લાઈન નું કામ હાલ શરુ છે ત્યારે ખેડૂતોના ઉભા પાક પર જેસીબી ફરી રહ્યા છે, એકબાજુ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે મોટાભાગનો પાક નાશ પામ્યો હતો અને હાલ ખેડૂતો દ્વારા રવિપાકનું વાવેતર કરેલ છે તેના પર આ કામ ને લઈને જેસીબી મશીન દ્વારા ખોદકામ કરતા સમગ્ર ખેતરના હાલ બેહાલ થઈ ગયા છે, મોટા જેસીબી મશીનો, પાઈપો લઈને આવતા ટ્રકોના કારણે તેમના પાકોમાં નુકશાન જઈ રહ્યું છે આ ઉપરાંત પાઈપ લાઈન નાખ્યા બાદ તેના પર માટી જેમને તેમ નાખી દેવાતા જમીનોની ફળદ્રુપતા નાશ પાણી રહી છે, આ ઉપરાંત વળતરની હજુ કોઈ વાત સરકાર દ્વારા કરવામાં આવી નથી ત્યારે આ કામ ને અટકાવવા જતા ખેડૂતો પર ખોટા કેસો કરી ને તેમને કોન્ટ્રકટર દ્વારા ફસાવી દેવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજે ઉમરાળા તાલુકાના ખેડૂતો તેમના વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુની આગેવાનીમાં કલેકટર કચેરીએ આવી અને તેમની લેખિત રજૂઆત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો