ઉપલેટા ના ખેડૂતો દ્વારા કેનાલ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવે તેમ હોય તેના વિરોધમાં જમણા કાંઠા ના ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત.
રાજકોટ જિલ્લાના ઉપલેટા માં ખેડૂતો દ્વારા ઉપલેટા શહેર તેમજ તાલુકાને પીવાનું તથા સિંચાઇ માટે પાણી પૂરું પાડતા મોજ ડેમ માંથી વહેલી તકે પાણી છોડવામાં આવે. તેમજ દરેક કેનાલોની સાફ-સફાઈ હજુ સુધી પૂરી કરવામાં આવેલ નથી. ઘઉંના વાવેતર ને એક મહિના જેવું મોડું થયેલ છે. છતાં પણ ઈરીગેશન વિભાગ ના કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગાયની ગતિએ કેનાલો સાફ કરવામાં આવી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ઈરીગેશન વિભાગે ધ્યાન ન આપતા મોજ ડેમ સિંચાઈ ના જમણા કાંઠાના ખેડૂતો દ્વારા ઉપલેટા-ધોરાજી વિધાનસભા ના ધારાસભ્ય લલિત વસોયા ને સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરેલ હતી. જેના સંદર્ભે ધારાસભ્ય દ્વારા ઈરીગેશન અધિકારીને રૂબરૂ બોલાવી તાત્કાલિક યોગ્ય સફાઈ કરાવીને વહેલી તકે પાણી છોડવામાં આવે તે અંગે જાણ કરેલ હતી. તાજેતરમાં ડાબા કાંઠાની ત્રણ નંબરની કેનાલ જે સાફ સફાઈ કર્યા વગરની હોય, તેમાં અચાનક પાણી છોડાતા કેનાલમાં રહેલ કચરા ભરાઈ જતાં કેનાલો છલકાઇને ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. જેમાં ખેડૂતોએ ઉતારેલ તૈયાર એરંડાનો પાક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો અને નુકસાની વેઠવી પડી હતી. તેમજ અન્ય ખેડૂતોના વાવેતર કરવાના ઘઉંમાં ખેતરમાં પણ પાણી ફરી વળતા ઘઉંનું વાવેતર કરવાનું પણ અટકી પડયું હતું. આ અંગે ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી, ત્યારે ધારાસભ્ય વસોયા દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ : સરફરાજ કોડી - ઉપલેટા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો