BREAKING

ગંગાજળિયા તળાવની પાળે ગરીબ લોકોને મચ્છી વેચવા દયો: વીએચપી નેતાઓ

વીએચપી નેતા કિરીટ મિસ્ત્રી અને મેયર વચ્ચે શાબ્દિક ગરમાંગરમી, જાહેરમાં ના બોલાય તેવા શબ્દો બોલ્યા

14 કરોડના ખર્ચે તળાવ બનાવ્યું છે તે કઈ મચ્છી વેચવા નથી બનાવ્યું: યુવરાજસિંહની ગોહિલ ચેરમેન

ભાવનગર ની શાન અને હાર્દસમા ગંગાજળિયા તળાવનું ૧૪ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે તેની આજુબાજુ ગેરકાયદેસર મચ્છી વેચતા લોકોને મનપા તંત્ર દ્વારા હટાવતા આજે મચ્છી વેચનારા લોકો મચ્છી સાથે મેયર ચેમ્બરમાં ઘુસી ગયા હતા, નવાઈની વાત તો એ છે કે આ લોકોની આગેવાની વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી એ લીધી હતી, આટલુજ નહી વીએચપીના નેતાને મેયર અને ચેરમેન સાથે બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરાયો હતો.

ભાવનગર શહેરના હાર્દસમા ગંગાજળિયા તળાવનું કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે, અને ભાવનગરની જનતાને વધુ એક ફરવા લાયક સ્થળ ટૂંક સમયમાં જ મળવાનું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળે વર્ષોથી ગેરકાયદેસર મચ્છીનો ધંધો કરતા લોકોને હટાવી દેવામાં આવ્યા હતા, જેનો લોકો દ્વારા પણ સારો આવકાર મળ્યો હતો ત્યારે આ મામલે આજે અચાનક અણધાર્યો વળાંક લીધો હતો અને વિશ્વ હિંદુ પરિષદ ના આગેવાનો આ ગેરકાયદેસર ધંધો કરતા લોકો ની વાહરે આવી આક્રમક રીતે મચ્છી, જીંગા લેપટા ના ટોપલા સાથે મેયર ચેમ્બરમાં ઘુસી ગયા હતા, જેને કારણે સમગ્ર મનપા કચેરી નું વાતાવરણ દુષિત થી ગયું હતું, તેમની આબી બેહુદી વર્તુણકના કારણે મેયર અને ચેરમેન પણ એકદમ આવેશમાં આવી ગયા હતા અને વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી કિરીટ મિસ્ત્રી, ચેરમેન અને મેયર સાથે ગરમાગરમીના માહોલ સાથે જાહેરમાં ના ઉચ્ચારાય તેવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા.

અહેવાલ વિપુલ બારડ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો