ભાવનગર ખાતે આવેલ સરકારી સમરસ હોસ્ટેલ કે જ્યાં ગરીબ વિદ્યાર્થીઓ રહેતા હોય છે, આ હોસ્ટેલ માં આ પહેલા ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં વિવિધ પ્રશ્નોને લઈને હોબાળો થાયો હતો જ્યારે આજે બોયસ હોસ્ટેલમાં અનેકવિધ પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં હલ્લાબોલ કર્યો હતો, છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલ માં પીવાના પાણી માટે મુકવામાં આવેલા આરઓ પ્લાન્ટ બંધ છે, જમવામાં હલકા પ્રકારનું ભોજન આપવામાં આવે છે, ઘણા વિદ્યાર્થીઓએ સુવા માટે પુરતી વસ્તુઓ આપવામાં આવી નથી, શિયાળામાં ગરમ પાણીની વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓની ના સ્વાસ્થ માટે કોઈ કાયમી ડોક્ટરની સુવિધા નથી, આમ અનેકવિધ સુવિધાનો અભાવ અને અનેક પ્રશ્નોને લઈને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્ટેલના કેમ્પસમાં એકઠા થયા હતા, આ અંગે વિદ્યાર્થી નેતાઓને જાણ થતા તેઓ હોસ્ટેલ પહોચ્યા હતા અને વિધ્યાથીઓના પ્રશ્ન સાંભળ્યા હતા, જો કે હોસ્ટેલ ખાતે હોસ્ટેલના કોઇપણ સંચાલક હાજર ના હોય માત્ર વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્ચાર કરી તેમજ જમવામાં આપવામાં આવતી લાકડા જેવી ભાખરીઓ ને ઠપકારી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો,
આ સાથે વિદ્યાર્થી નેતાઓ દ્વારા એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં હોસ્ટેલ સંચાલકો કે તંત્ર દ્વારા તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને તેનું સંપૂણ જવાબદાર તંત્ર રહેશે.
અહેવાલ વિપુલ બારડ


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો