ડુંગળીમાં વળતર મળે તેમ ન હોય ખોટા ખર્ચ કરવા તેના કર્યા ટ્રેક્ટર ફેરવી દેવું સારું: મકોડભાઈ
ડુંગળી નો પાક હજુ ખેતરમાં ઉભો છે ત્યારે ભાવ ઉચા છે અને પાક તૈયાર થઇ જશે એટલે ભાવો નીચા જશે, બીજી બાજુ સરકારની ડુંગળી આયાત કરવાની નીતિ ને તેમજ માવઠાને કારણે મોટાભાગની ડુંગળી ફેલ ગઈ છે, બાકી હતું તો શિયાળો જમતા સવારમાં પડી રહેલા મેઘરવાના કારણે પણ ડુંગળીમાં જીવો લાગી ગઈ છે ત્યારે આ બધા થી કંટાળી અને ભાવનગરના સિદસરના ખેડૂતે તો ડુંગળીના પાક પર ટ્રેક્ટર જ ફેરવી દીધું છે.
ડુંગળીએ, ડુંગળી ખાનાર ને રડાવ્યા છે તો ડુંગળી ઉગાડનાર ને પણ રડાવ્યા છે, મોંઘા ભાવોના કારણે આમ લોકો ડુંગળી ખરીદીતા નથી, ગરીબોની કસ્તુરી જાણે કે ગરીબોની થાળી માંથી ગાયબ જ થઈ ગઈ છે, તો બીજી બાજુ હાલ ડુંગળીના ભાવ ૨૦ કિલોના ૧૫૦૦ રૂપિયા આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને એક આશા બંધાઈ છે કે આવને આવા ભાવ રહેશે તો કઈક ડુંગળીના પાક માં લાભ થશે, પરંતુ બે ત્રણ માવઠાએ ડુંગળીના પાક પર પાણી ફેરવી નાખ્યું અને બાકી હતું તો આખી રાત મેઘરવો રહેવાના કારણે ડુંગળીના પાકમાં જીવાત લાગી ગઈ છે, રહીસહી ડુંગળીનો પાક જ્યારે પાકીને તૈયાર થશે ત્યારે સરકારની ડુંગળીની આયાત કરવની નીતિના કારણે ભાવ નીચા જશે, ભાવ નીચા જશે તો ખર્ચ કાઢવા પણ મુશ્કેલ પડી જશે, આના કરતા હવે ડુંગળીના વાવેતરમાં વધુ કરવો તેના કરતા ડુંગળીનો પાક કાઢી નાખવો જ હિતાવહ માની ભાવનગરના સીદસર ગામના ખેડૂત મકોડભાઈ ડાંખરા એ પોતાના ખેતરમાં વાવેલ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવી અને અન્ય પાક વાવી દેવાનું હિતાવહ સમજ્યું.
અહેવાલ વિપુલ બારડ


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો