BREAKING

હૈદરાબાદ ની ઘટના ના પડઘા ભાવનગરમાં પડ્યા, ભાવનગર વાસીઓએ પ્રિયંકા રેડ્ડી ને શ્રદ્ધાંજલિ આપી.

હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટર સામુહિક બળાત્કાર અને ત્યાર બાદ તેને સળગાવી અને તેની હત્યા ના સમગ્ર દેશમાં ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર દેશમાં આવા નરાધમો પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાવનગરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રિયંકા રેડ્ડીને શ્રધ્ધાંજલી આપી અને તેમના હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.

હાલની પરીસ્થીતીમાં જોતા દેશમાં દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનાઓ દિનપ્રતિદિન  વધી રહી છે ત્યારે હૈદરાબાદ અને વડોદરા અને રાજકોટ જેવા શહેરોં બનેલી ઘટના ને લઈને લોકોમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને હૈદરાબાદમાં વેટનરી ડોક્ટર તરીકે ફરજ બજાવતા પ્રિયંકા રેડ્ડીપર નરાધમો દ્વારા સામુહિક બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કરી અને લાશને સળગાવી દેતા સમગ્ર દેશમાં આક્રોશનો જવાળામુખી ફાટી નીકળ્યો છે અને આવા નરાધમોને ફાંસી નહિ પણ જાહેરમાં સળગાવી દેવાની માંગ ઉઠી છે, ત્યારે આજે ભાવનગરમાં પણ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ભાવનગરની જનતા એ શહેરના શિવાજી સર્કલ પાસે મોટી સંખ્યામાં એકઠા થઇ અને પ્રિયંકા રેડ્ડીને બે મીનીટનું મૌન પાળી અને ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી તેમજ સુત્રોચ્ચાર કરી અને બળાત્કારીઓ અને હત્યારાના પુતળા નું દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.


 
અહેવાલ-વિપુલ બારડ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો