સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગર
જિલ્લના મહેસુલી કર્મચારીઓ પણ હડતાળ પરહોય આજે હડતાળ ના ત્રીજા દિવસે મહેસુલી
કર્મચારીઓએ સાથે ભાવનગર જીલ્લા ફેર શોપ એસોસિએશન તેમજ આરોગ્ય કર્મચારીઓ અને
મધ્યાહન ભોજન સંચાલકોએ ટેકો જાહેર કર્યો છે.
સમગ્ર ગુજરાતના મહેસુલી વર્ગ-૩ ના
કર્મચારીઓ પોતાની વિવિધ પડતર ૧૬ માગણીઓને લઈને ગુજરાત રાજ્ય મહેસુલી વર્ગ-૩
કર્મચારી મહામંડળ ના આદેશ મુજબ ત્રણ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે,
મહેસુલી વર્ગ -૩ ના કર્મચારીઓની અન્ય જીલ્લામાં બદલી, પ્રમોશન સહિતની ૧૬ માંગણીઓ
માટે તેઓ હડતાલ પર ઉતર્યા છે. જેમાં ભાવનગર જીલ્લાના પણ ૨૨૦ કરતા વધુ મહેસુલી
વર્ગ-૩ ના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે ત્યારે આજે ભાવનગર જીલ્લા ફેર શોપ
એસોસિએશન, આરોગ્ય કર્મચારીઓ અને મધ્યાહ્નન ભોજન સંચાલકોએ પણ તેમને ટેકો જાહેર
કર્યો છે, આજે આ તમામ એસોસિએશનના આગેવાનો કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં હડતાળ પર
બેઠેલા કર્મચારીઓને લેખિતમાં ટેકો જાહેર કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો