આ વર્ષે વધુ પડતા વરસાદે ખેડૂતોને
રોવડાવ્યા છે, કારણકે સતત પડેલ વરસાદ અને બાદમાં માવઠાના કારણે મોટાભાગના પાકો બળી
ગયા છે અથવા તો જીવાતો લાગી ગઈ છે ત્યારે બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના વિકળીયા
ગામે કપાસમાં ઈયળો લાગી ગઈ હોવાથી ખેડૂત દ્વારા ખેતરોમાં તમામ કપાસમાં ટ્રેક્ટર
ફેરવી દેવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું છેલ્લુ
ગામ એટલે વિકળિયા ગામ કે જ્યાં મોટા ભાગના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવાર નું
ગુજરાત ચલાવે છે, ત્યારે ચાલુ વર્ષે મોટા ભાગના ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં
કપાસનું વાવેતર કરેલ અને કપાસના પાકમાં વીઘે ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ પણ કરવામાં આવેલ
જેમાં બિયારણ દવા મજુરી જેવા અન્ય ખર્ચા કર્યા હોય છે. પરંતુ સતત પડેલા વરસાદ અને
ત્યારબાદ માવઠા કારણે કપાસના પાકમાં ઈયળો લાગી ગયેલ છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, હવે
જયારે પાક માથા પર છે ત્યારે જ ઈયળો લાગતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે
હવે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં તેના પર કાબુ મેળવો મુશ્કેલ હોય તેને ઉખાડી
નાખવો જ યોગ્ય લાગતા ખેડૂતો દ્વારા કપાસના ઉભા પાક પર ટ્રેક્ટર મારફતે કટર ફેરવી
દેવામાં આવ્યું.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જો કપાસના
પાકમાં ઈયળો કે જીવતો લાગી ન હોય તો વીઘે ૨૫ થી ૩૦ હજારની આવક થઇ શકી હોત પરંતુ
હવે કપાસને રેહેવા દેવામાં માં વધુ નુકશાની જાય તેમ છે કારણકે દવાનો છંટકાવ અને
મજુરી જ એટલી થઈ જાય કે તેમાંથી એટલું ઉત્પાદન નીકળે તેમ નથી માટે આ કપાસનો ઉખાડી
નાખવો જ યોગ્ય છે, અને બાદમાં શિયાળુ પાક લઇ શકાય.
બીજી તરફ જો વાત કરવામાં આવે તો
વિકળિયા ગામના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે વિકળિયા ગામે આજદિન સુધી કોઈ પણ
અધિકારી પાકવીમાં વાળા સર્વે કરવા આવ્યા નથી અને જો આવ્યા હોય તો એકાદ વાડી માં
જઈને પોતાની રીતે કાગળ ઉપર સર્વે કરીને ચાલ્યા જાય છે બાકી ખેડૂતો ની વ્યથા
સાંભળવા કોઈ આવતું નથી અને કોઈ પણ પકવિમા વાળા વિકળિયા ગામે આવ્યા જ નથી તેવો પણ
ખેડૂતોએ આક્ષેપ કરેલ હતો.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો