સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગર જીલ્લાના
મહેસુલી કર્મચારીઓ વર્ગ-૩ દ્વારા વિવિધ માંગણીઓને લઈને ત્રણ દિવસથી અચોક્કસ મુદતની
હડતાલ પર છે જેને લઈને હાલ મહેસુલી કામગીરી તેમજ કલેકટર કચેરીની મોટાભાગની કામગીરી
થપ્પ થઇ ગઈ છે અને અનેક અરજદારો આ હડતાલના કારણે અટવાયેલા છે.
સમગ્ર ગુજરાતના મહેસુલી વર્ગ-૩ ના
કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને ગુજરાત રાજ્ય મહેસુલી વર્ગ-૩ કર્મચારી
મહામંડળ ના આદેશ મુજબ ત્રણ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, મહેસુલી
વર્ગ -૩ ના કર્મચારીઓની અન્ય જીલ્લામાં બદલી, પ્રમોશન સહિતની માંગણીઓ માટે તેઓ
અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેમાં ભાવનગર જીલ્લાના પણ ૨૨૦ કરતા વધુ
મહેસુલી વર્ગ-૩ ના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે, જો કે તેમની આ હડતાલના કારણે
અનેક અરજદારો ની કામગીરી અટવાઈ પડી છે, ખાસ કરીને જમીનના પ્રકરણો, મહેસુલી પ્રકરણો
તેમજ સરકારનો ટાઈટલ ક્લીયર પ્રોજેક્ટ અટવાઈ પડ્યો છે,
અરજદારોને જમીન, મેહ્સુલ શિવાયના કામો
પણ અટવાયેલા જોવામળ્યા હતા, એક યુવકને માંડમાંડ રેલ્વે નોકરી મળી છે ત્યારે તેનું
પોલીસ વેરીફકીશેન બાદ કલેકટર કચેરીમાંથી સર્ટીફીકેટ આપવાનું હોય છે, છેલ્લા ત્રણ
દિવસથી તે ધક્કા ખાય છે પરંતુ કલેકટર કચેરીના વર્ગ -૩ ના મહેસુલી કર્મચારીઓ હડતાલ
પર ઉતરેલા હોય જેને લઈને તેનું કામ અટવાયેલું છે.
જો કે સામે સરકારના આદેશ મુજબ મહેસુલી
કર્મચારીઓની કામગીરી હાલ રેવન્યુ તલાટીને સોપવામાં આવી છે, આ કર્મચારીઓ હાલ કલેકટર
કચેરી ખાતે જાતિના દાખલા, નોન ક્રીમીલેયર સર્ટી જેવા કામો કરી રહ્યા છે. તેમજ
મામલતદાર કચેરીના મહેસુલી કર્મચારીઓની જગ્યા પર રેન્વ્યું તલાટીને નાયબ મામલતદારના
પાવર આપીને કામગીરી માટે બેસાડી દેવામાં આવ્યા છે અને તેઓ આ કામગીરી ખુબ સારી રીતે
કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.
જો કે રેવન્યુ તલાટીને માત્ર નાયબ
મામલતદારના પાવર આપવામાં આવ્યા છે પરંતુ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના પાવર ન આપી
શકાય તેથી મહેસુલી, જમીન ને લગતી કામગીરી આત્વાયેલી હોવાનું મહેસુલી કર્મચારી
પ્રમુખ જણાવી રહ્યા છે.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો