અહેવાલ-હેમંત ડાભી-વલ્લભીપુર
થોડા દિવસો પહેલા ભાવનગર આવેલા દલિત આગેવાન
જીગ્નેશ મેવાણી દ્વારા દલિતો સાથણી ની જમીનોના કબજા મુદ્દે આપેલા નિવેદન બાદ તંત્ર
દોડતું થયું છે અને દલિતોની જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી
કરવામાં આવી રહી છે.
થોડા દિવસો પહેલા દલિત આગેવાન અને ધારાસભ્ય
જીગ્નેશ મેવાણી એ વલ્લભીપુર તાલુકાના જાળીયા ગામે મુલાકાત લીધી હતી અને ત્યાં
દલિતોને ફાળવવામાં આવેલ જમીન નો કબજો આજદીન સુધી દલિતો ને મળ્યો નથી, જે બાબતે તેમને
ભાવનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી અને સરકારને ચીમકી આપી હતી કે છ ડિસેમ્બરે ના
રોજ બાબા સાહેબના નિર્માણ દિવસે તેઓ ગુજરાતના જુદા જુદા છ જગ્યાઓ પર જઈ અને તમેન
આગેવનો જમીનનો કબજો મેળવશે ને તેમાં જો કોઈ આડું આવશે તો જોવા જેવી થશે.
જીગ્નેશ મેવાણી ની ચીંમકી ને લઈને તંત્ર
દ્વારા આજે વલ્લભીપુર ના જાળીયા ગામે ડે. કલેકટર, તાલુકા પંચાયત
ના આગેવનો તેમજ દલિત આગેવનો પોલીસ કાફલા સાથે જાળીયા ગામે પહોંચ્યા હતા, જ્યાં દલિતોને
જમીન ફાળવણી કરવામાં આવી તે જગ્યાની મુલાકાત લેવામાં આવી, હાલ જાળીયા ગમે 2008,09 માં જે જમીનો ફળવામાં આવી હતી તે જમીનો પર કોઈને કબજો નથી અને તે જમીનો જેમને
ફાળવવામાં આવી છે તે કબજો મેળવી શકે છે અને તેમાં કોઈ અડચણ ઉભ ન થાયબટે માટે તંત્ર
તેમની સાથે હોવાનું નાયબ કલેકટરે જણાવ્યું હતું.
અહીં ગામના લોકો, આગેવાનો અને
જેમને જમીન ફાળવવામાં આવી છે તે તમામ લોકોને તંત્રએ સાથે રાખી અને તમામ સાથે ચર્ચા
વિચારણા કરી અને તેમને જમીનો નો કબજો લેવા માટે જમીનો પરના બાવળો હટાવી અને જમીનો
સોંપવામાં આવી.




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો